Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

રાજયમાં ખરીફ પાકની બમ્પર ૯૧ ટકા વાવણી

ગાંધીનગર : ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ થવાથી ખેડૂતોના ખરીફ પાકની અત્યાર સુધીમાં ૯૧ ટકા વાવણી થઇ ચૂકી છે. છેલ્લા ત્રણ વર્ષો કરતા આ વર્ષે ઓગસ્ટના બીજા અઠવાડીયે જ ૯૧ ટકા હેકટરમાં વાવણી થઇ ચૂકી છે.

આ પાકમાં ધાનની ૮પ ટકા, બાજરી ૧૧ર, જુવાર પ૭ ટકા અને મકાઇની ૯૧ ટકા વાવણી થઇ ગઇ છે. મગ ૯૩, મઠ ૭૮ ટકા અને અડદનું ૮૧ ટકા વાવેતર થઇ ચૂકયું છે. તેલીબીયાની વાવણીમાં વધારો થયો છે. જેમાં મગફળી ૧૩૩ ટકા, તલ ૧૩૪ ટકા, એરંડા ૪૪ ટકા, સોયાબીન ર૧ર ટકાની વાવણી થઇ ગઇ છે.

રાજયમાં અન્ય પાકની વાવણી પણ સારી થઇ છે. જેમાં કપાસ ૮૪ ટકા, શાકભાજી ૮૯ ટકા અને ઘાસચારો ૮૬ ટકા વાવવામાં આવ્યો છે.

(12:27 pm IST)