Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

વડોદરાના કમિશનર તરીકે સ્વરુપની નિમણૂક કરાઈ

રાજ્યમાં પોલી સ અધિકારીઓની બદલી : રાજ્ય સરકારના ચીફ સેક્રેટરી દ્વારા રાજ્યમાં સાત આઇએએસ અધિકારીઓની બદલીના ઓર્ડર કરાયા

ગાંધીનગર,તા.૧૪ : રાજ્યમાં સાત આઇએએસ અધિકારીઓની બદલીના ઓર્ડર આજે રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગના એડિશનલ ચિફ સેક્રેટરી એ કર્યાં છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર અનુરાધા માલીની બદલી સરદાર પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લીક એડમીનીસ્ટ્રેટના ડીરેક્ટર તરીકે કરવામાં આવી. જ્યારે સ્પીપા ના ડિરેક્ટર જનરલ કે.એમ.ભીમીયાની ગાંધીનગર ખાતે સેટલમેન્ટ કમિશનર અને ડિરેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ તરીકે બદલી કરાઇ. જ્યારે અર્બન ડેવલોપમેન્ટ એન્ડ અર્બન હાઉસીંગ ડેવલોપમેન્ટમાં આઇએએસ અધિકારી સ્વરુપ પી લાંબા સમયથી વિદેશમાં ટ્રેનિંગ માટે ગયેલ તે પરત ફરતા સ્વરુપ પી ને વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરાઇ. વડોદરાના મ્યુનિસિપસલ કમિશનર એન.બી. ઉપાધ્યાયને સહકાર, એનીમલ હસબન્દુરી, કૃષી, ફાર્મર વેલફેર અને કોઓપરેશન ડિપાર્ટમેન્ટ ગાંધીનગર સચિવાલયમાં બદલી કરાઇ.

          મનીષ ભારદ્વાજ જે અગાઉ આ વિભાગમાં ફરજ બજાવતા હતાં. તેમની નિમણુંક સચિવાલયમાં પૂર્ણ સમય માટે કૃષી ખેડુત વિકાસ અને સહકાર વિભાગ ગાંધીનગરમાં સેક્રેટરી તરીકે થઇ. હર્ષદ કુમાર પટેલને રાહત અને મહેસુલ વિભાગના એડિશનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. તેમને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.પ્રવાસન વિભાગના જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા વી.જી રોર ની બદલી કરી ડેપ્યુટી કલેક્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રીલીફમાં બદલી કરાયી. જ્યારે આ વિભાગમાં ફરજ બજાવતા ટી.જે.વ્યાસને જનરલ મેનેજર ટુરીઝમ કોર્પોરેશન ગુજરાત લીમીટેડમાં કરવામાં આવી.

(9:29 pm IST)