Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

બીલીમોરાના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં દેવાધિદેવ મહાદેવને દેશ ભક્તિના રૂપમાં શણગાર

સૌથી ઊંચું ૧૦૮ ફૂટ ઉંચા ઘુમ્મટવાળા ભવ્ય શિવાલય

 

બીલીમોરાઃ 73માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેશભરમાં રંગે-ચંગે કરવામાં આવી હતી. ત્યારે, પવિત્ર શ્રાવણ માસમાં દક્ષિણ ગુજરાતના અને 12મી સદીના પ્રારંભમાં સોલંકીયુગમાં સ્થાપત્ય ધરાવતા બીલીમોરાનું સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં 73માં સ્વાતંત્ર્ય પર્વ નિમિતે દેવાધિદેવ મહાદેવને દેશ ભક્તિના રૂપમાં શણગાર કરવામાં આવ્યો હતો.

સોમનાથ મહાદેવ મંદિરના સ્વયંભૂ પ્રગટ શિવલીંગને ત્રિરંગામાં શણગાર કરી મહાદેવને દેશભક્તિનું રૂપ અપાતા દર્શનાર્થે આવતા ભક્તો ભાવવિભુર બન્યા હતા.12મી સદીનાં પ્રારંભમાં સોલંકીયુગનું સ્થાપત્ય ધરાવતા શિવમંદિર અંબિકા-કાવેરી અને ખરેરા નદીના ત્રિવેણી સંગમ નજીક આવેલું હોવાનો ઉલ્લેખ પુરાણમાં કરવામાં આવ્યો છે. વિસ્તાર બિલ્વી વૃક્ષોથી આચ્છાદિત હોવાથી ગામનું નામ બીલીમોરા પડયું હોવાનું કહેવાય છે. ૧૦૮ ફૂટ ઉંચા ઘુમ્મટવાળા ભવ્ય શિવાલય સમગ્ર દક્ષિણ ગુજરાતનું સૌથી ઉંચુ મંદિર ગણાય છે.

(12:25 am IST)