Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

વિરમગામ પંથકમાં કંપનીના ઘ્વજવંદન બાદ સિક્યુરિટી ગાર્ડનું હાર્ટએટેકથી કરૂણમોત

હિન્દુસ્તાન ગમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સિક્યુરિટી ગાર્ડનું રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ મોત

 

વિરમગામ: 73મા સ્વાતંત્ર્યદિનની વિરમગામ પંથકમાં ઉજવણી કરાઈ હતી ત્યારે  વિરમગામ શહેર નજીક જખવાડા ગામ પાસે આવેલી હિન્દુસ્તાન ગમ કંપનીમાં ધ્વજવંદન પછી સિક્યુરિટી ગાર્ડ નું હાર્ટએટેક આવતા નિધન થયું હતું

 . હિન્દુસ્તાન ગમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સિક્યુરિટી ગાર્ડ દ્વારા રાષ્ટ્રધ્વજ ને સલામી આપ્યા બાદ હાર્ટ એટેક આવતા સ્થળ પર મૃત્યુ થયું હતું. વર્ષોથી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા રાજુભાઈ ત્રિવેદી(આશરે ઉં.50 વર્ષ) ( રહે.ઝોલાપુર) નું નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા બદલ કંપની દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું વિરમગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગાંધી હોસ્પિટલ ખાતે મૃતકનું ર્પોસ્ટમોર્ટમ કરી લાશ તેમના પરિવારજનોને સોંપવામા આવી હતી.

(11:46 pm IST)
  • થોડા વિરામ પછી ભાવનગરમાં ભારે વરસાદ : ભાવનગરમાં બપોર પછી પડેલા વરસાદથી શહેરના માર્ગો પર પાણી ભરાયા access_time 11:52 pm IST

  • સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્હી ખાતે કોંગ્રેસના હેડ ક્વાર્ટરમાં ત્રિરંગો લહેરાવ્યો : સત્ય,અહિંસા,કરુણા,તથા દેશભક્તિનો સંદેશ પાઠવ્યો access_time 2:22 pm IST

  • નવસારી - વાપીમાં ૦ાા ઈંચ પડ્યો : દાંતા - મોરવા હડફ : અમીરગઢ ૦ાા ઈંચઃ મહેસાણા - હિંમતનગર - ધરમપુર ૧૦ મી.મી. access_time 7:38 pm IST