Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

અમદાવાદમાં ત્રીજાભાગના પોલીસ કર્મચારીઓ બ્લડ પ્રેશર અને હાર્ટના દર્દીઓ:ચોંકાવનારા આંકડા ખુલ્યા

703 જવાનોને વ્યસનથી બીમારી :1155 પોલીસકર્મીને ગંભીર બીમારીઓનો શિકાર :

અમદાવાદઃ પોલીસ જવાનોની હેલ્થને ધ્યાનમાં રાખીને ડીજીપીએ શિવાનંદ ઝા દ્વારા ફિટનેશ અને તાલીમ માટે ખાસ પરિપત્ર કરવામાં આવ્યો છે.24 કલાકની નોકરીના નામે પોલીસ જવાન અનિયમિત બની ગયા હોવાથી ગંભીર બીમારીનો શિકાર બને છે.

 તાજેતર માર્ચ 2018થી એપ્રિલ 2019 સુધીમાં પોલીસ વેલફેર હોસ્પિટલમાં પોલીસ કર્મચારીઓના ચેકઅપ દરમિયાન ચોંકાવનારા આંકડા પ્રકાશમાં આવ્યા છે. 6147 જેટલા પોલીસ જવાનોનું મેડિકલ ચેકઅપ થયું છે. 3917 જેટલા જ પોલીસ જવાનો સ્વસ્થ હતા. 703 પોલીસ જવાનોને વ્યસનને લઇ બીમારીની સામાન્ય અસર, 1155 પોલીસ જવાનો ગંભીર બીમારીથી પીડાય છે.
 વર્ષ 2018 માર્ચથી એપ્રિલ 2019 દરમિયાન 6147 જેટલા પોલીસ કર્મચારીઓના મેડિકલ ચેકઅપ થયા છે. જે પૈકી 703 વ્યસનના કારણે બીમાર છે, 775 જવાન હાઇપર ટેન્શન કે હૃદયની બીમારીનો શિકાર છે,
380 પોલીસકર્મીઓ ડાયાબીટીસ સાથે જીવી રહ્યા છે. ત્યારે 249 પોલીસકમીઓમાં પાંડુરોગ કે લોહીની ઉણપ દેખાઈ છે.
પોલીસ કર્મચારીની વાત હોય તો ફકત પુરુષ પોલીસ જ ગંભીર બીમારીથી નથી પીડાતા પંરતુ મહિલા પોલીસ જવાનની પણ કફોડી પરિસ્થિતિ સામે આવી છે. મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલાઓના મેડીકલ ચેકઅપ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ હોમોગ્લોબિંગની ખામીના કારણે પરેશાન જોવા મળી છે

(10:30 pm IST)