Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

અરવલ્લી જિલ્લાના મોડાસાના મોટી ઈસરોલમાં 4 ઇંચ ખાબક્યો ;કોઝવે પાણી માં ગરકાવ :પાંચ ગામોનો વાહન વ્યવહાર ખોરવાયો

મોડાસા, માલપુર, મેઘરજ અને ભિલોડા તાલુકામાં સરેરાશ ૨ ઇંચ વરસાદ

અરવલ્લી જીલ્લાના વિવિધ વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડ્યો હતો. ત્રણ દિવસના વિરામ બાદ જિલ્લના મોડાસા, માલપુર, મેઘરજ અને ભિલોડા તાલુકામાં સરેરાશ ૨ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જયારે મોડાસાના મોટી ઇસરોલ પંથકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબતા ખેતરોમાં પાણી ભરાયા હતા. જ્યારે ઇસરોલથી માધુપુરા ગામ વચ્ચેના રસ્તા પરના કોજ વે ઉપર થઇ પાણી પસાર થતા આસપાસના પાંચ ગામોના વાહન વ્યવહારને અસર થઇ હતી. જિલ્લાના અન્ય માર્ગો પર પણ વરસાદને કારણે વાહન ચાલકો ફસાયા હતા.

(9:40 pm IST)