Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

ભરૂચ એલસીબીનો સપાટો :વાલિયાના ગુંદીયા ગામેથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો : ૨૬,૭૪ લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ :છેલ્લા દોઢ મહિના દરમ્યાન જિલ્લા એલ સી બી દ્વારા ભરૂચ જિલ્લાના કુખ્યાત બુટલેગરો ઉપર સતત કાર્યવાહી ચાલુ છે જેમાં કુખ્યાત બુટલેગરો નયન કિશોર કાયસ્થ, સુજાતખાન ઉર્ફે સજ્જુ તથા પ્રભુ વસાવા ના ઓ ઉપર કાર્યવાહી કરવામાં તેમજ આજરોજ વિપુલ માત્રામાં દારૂ નો જથ્થો ઝડપી પાડવામાં આવેલ છે અને આગામી દિવસો માં હજુ પણ જિલ્લાના નાસતા ફરતા મોટા બુટલેગરો ઉપર કાર્યવાહી કરવા જિલ્લા એલ સી બી તથા પોલીસ કટિબધ્ધ છે. ટાયરે વાલિયાના ગુંદીયા ગામેથી વિદેશી દારૂનો જથ્થો તથા વાહનો મળી કી. રૂ. ૨૬,૭૪,૨૦૦ નો મુદ્દામાલ  ભરૂચ એલસીબી દ્વારા જપ્ત કરાયો છે 

(9:29 pm IST)