Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

સુરતમાં અભ્યાસ કરતા કાશ્મીરી યુવક-યુવતીઓએ શાનથી લહેરાવ્યો ત્રિરંગો :હર્ષભેર ધ્વજવંદન કર્યું

જમ્મુ કાશ્મીરના અચ્છે દિન લાવવા બદલ યુવતીએ કેન્દ્ર સરકાર નો આભાર માન્યો

દેશભરમાં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરત ખાતે અનોખી રીતે ધ્વજ વંદનની ઉજવણી કરવામાં આવી છે. કલમ 370 અને 35A ની કલમ રદ્દ કરતા જમ્મુ કાશ્મીર ની યુવતીઓ યુવકો દ્વારા  પાંડેસરા વિસ્તારમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી.

    સુરત શહેરમાં અભ્યાસ કરતા કાશ્મીરી યુવક-યુવતીઓ દ્વારા આજરોજ અનોખી રીતે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જમ્મુની સ્વાતિ શર્મા અને કાશ્મીરી યુવકો દ્વારા ધ્વજ વંદન કરી સ્વતંત્ર દિવસની અનોખી ઉજવણી કરી હતી. યુવકોએ મોદી સરકારે 370ની કલમ રદ્દ કરતા આભાર વ્યક્ત કર્યો હતો. જમ્મુ કાશ્મીરના અચ્છે દિન લાવવા બદલ યુવતીએ કેન્દ્ર સરકાર નો આભાર માન્યું હતું.

    સુરત ખાતે નર્સિંગ માં અભ્યાસ કરતી જમ્મુ કાશ્મીર ની યુવતીએ 370 ની કલમ રદને લઇ ખુશી વેકત કરતા જણાવ્યું હતું કે સરકારે કલમ 370રદ કરી ખુબજ મહત્વનું કામ કર્યું છે. આવે જમ્મુ કાશ્મીરનો વિકાસ થશે આવતી આજે 15 ઓગસ્ટ હોવાતી મેં તિરંગો લહેરાવ્યો છે. મોદી સરકારનો આભર માનુ છું તેઓએ 370 રદ કરી અવે કાશ્મીર નો વિકાસ થશે.

(8:26 pm IST)