Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

વિજયભાઇએ છોટા ઉદેપુરમાં : નિતીનભાઇએ વિસાવદરમાં ત્રિરંગો ફરકાવ્યો : ગુજરાતના બે નરબંકાએ દેશને પૂર્ણ સ્વરાજ અપાવ્યું

છોટા ઉદેપુર:  સમગ્ર દેશ 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે રાજ્યકક્ષાની ઉજવણી છોટાઉદેપુરમાં થઈ રહી છે. રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે 15મી ઓગસ્ટે ધ્વજવંદન કરાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના બે નરબંકા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહે કાશ્મીરમાંથી 370 અને 35એ હટાવીને દેશને પૂર્ણ સ્વરાજ અપાવ્યું છે.

રૂપાણીએ કહ્યું મોદી શાહે દેશને 73માં વર્ષે પૂર્ણ સ્વરાજ અપાવ્યું

રાજ્ય કક્ષાની ઉજવણીમાં રૂપાણીએ જણાવ્યું હતું કે, 72 વર્ષ પહેલા ગુજરાતના બે વીર સપૂત ગાંધી-સરદારે સ્વરાજ અપાવ્યું અને આઝાદીના 72 વર્ષ બાદ ગુજરાતના બે નરબંકા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે 72 વર્ષ પછી 2019માં પૂર્ણ સ્વરાજનું સપનું કાશ્મીરમાંથી કલમ 370 અને 35-Aને હટાવીને 125 સવા સો ભારતીયો માટે 73માં આઝાદી પર્વને ઐતિહાસિક બનાવ્યું છે. ગુજરાતે પણ ગાંધી સરદાર નરેન્દ્ર મોદી અમિત શાહના પદચિન્હો પર ચાલીને સુરાજ્ય, ગુડ ગવર્ન્સ નવતર કેડી પ્રસ્તાપિત કરી છે. નીતિનભાઇ પટેલે વિસાવદરમાં ધ્વજવંદન કર્યુ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જૂનાગઢના વિસાવદરમાં ધ્વજવંદન કરાવ્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ભરૂચના ઝઘડીયામાં ધ્વજવંદન કરાવ્યું હતું. આ સિવાય સ્વતંત્રતાના 73માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંતર્ગત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ વિવિધ જિલ્લામાં ધ્વજવંદન કરાવ્યું હતું.

રૂપાણી મંત્રીમંડળના મંત્રીઓ દ્વારા વિવિધ જિલ્લાઓમાં ધ્વજવંદન  કેબિનેટ મંત્રીઓના હસ્તે કરવામાં આવેલ.

રાજ્યના 10 જિલ્લાઓમાં કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ. નવસારીના જલાલપોરમાં, ડાંગના સુબીરમાં, મોરબીના હળવદ, નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર, મહિસાગરના બાલાસિનોર, અરવલ્લીના મોડાસા, બોટાદના ગઢડા તેમજ ગીર સોમનાથના વેરાવળ અને દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં તથા પોરબંદર જિલ્લાના મુખ્યમથક પોરબંદરમાં સંબંધિત જિલ્લાના કલેક્ટર ધ્વજવંદન કરાવ્યું હતું.

 

 

(7:51 pm IST)