Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

ઉત્તર ગુજરાતમાં સચરાચર મેઘસવારી :વડનગરમાં દોઢ ઇંચ :ઇડર,ભિલોડા,વિસનગર,વાવ ,પોસીના અને ખેરાલુમાં એક ઇંચ

મોરવા હડફ,અમીરગઢ,દાંતા ,અને ઊંઝામાં અડધો ઇંચ વરસાદ

અમદાવાદ ;ઉત્તર ગુજરાતમાં સચરાચર મેઘસવારી જામી છે  ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. આજે સવારથી ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મહેસાણાના વડનગરમાં સૌથી વધારે  દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.

    મળતા આંકડાઓ મુજબ ઉત્તર ગુજરાતના વડનગરમાં 30 મિમિ,ઇડર 28 મિમિ, ભિલોડા 27 મિમિ, વિસનગર 26 મિમિ, વાવ 25 મિમિ, પોસિના 22 મિમિ, ખેરાલુ 20 મિમિ,,ઊંઝા 19 મિમિ,વરસાદ નોંધાયો છે.

    આ ઉપરાંત મોરવા હાડફમાં 18 મિમિ, અમિરગઢમાં 17,મિમિ, દાંતામાં 17 મિમિ, નવસારીમાં 15 મિમિ, વાપીમાં 14 મિમિ, વિજયનગરમાં 12 મિમિ, દાહોદમાં 11 મિમિ,,સતલાસણામાં 11 મિમિ,, મહેસાણામાં 10 મિમિ,, હિંમતનગરમાં 10 મિમિ, ધરમપુરમાં 10 મિમિ, વરસાદ નોંધાયો છે.

(6:56 pm IST)