Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

બેન્કોના પૈસે તાગડધીન્ના? ભાગેડુ સાંડેસરા બંધુઓનું નાઈજીરીયામાં હજારો કરોડનું રોકાણ?

 વડોદરા : બેંકો સાથે રૂ.૧૫૦૦૦ કરોડની છેતરપિંડી કરી નાઈજીરિયા ભાગી ગયેલા સાંડેસરા બંધુઓએ તાજેતરમાં જ નાઈજીરિયાની નેશનલ પેટ્રોલિયમ કોર્પોરેશન સાથે ૩.૧૫ બિલિયન ડોલરનો સહયોગ કર્યો છે. વડોદરાના આર્થિક ભાગેડુઓ નીતિન જયંતિલાલ સાંડેસરા અને ચેતન જયંતિલાલ સાંડેસરાએ હવે નાઈજીરિયામાં કારોબાર વિકસાવવા માટે ભારતીય નાણાંનો ઉપયોગ કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. સત્ત્।ાવાર રીતે આ મુદ્દે ચુપકીદી સેવવામાં આવે છે પરંતુ જે રીતે નાઈજીરિયન કંપનીએ શરતો મૂકી હતી તે જોતાં સાંડેસરા બંધુઓએ ભારતીય બેંકોમાંથી જંગી લોન મેળવી હતી તે નાણાંનો ઉપયોગ કર્યો હોવાનું અમદાવાદના અખબારોમાં પ્રસિદ્ધ થયુ છે.

નાઈજીરિયન નેશનલ પેટ્રોલિયમ કોર્પોરેશને જણાવ્યું છેકે, તેણે ૩.૧૫ બિલિયન ફાયનાન્શિયલ અને ટેકનિકલ સર્વિસીસ એગ્રીમેન્ટ સ્ટર્લિંગ ઓઇલ એકસપ્લોરેશન એન્ડ એનર્જી પ્રોડકશન કંપની (SEEPCO) સાથે કર્યું છે. નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરાની  માલિકીની આ કંપની હવે ઓઇલ એકસ્પોરેશન માટે કાર્ય કરશે.

એનએનપીસીની ઓઇલ ઉત્પાદનના સંશાધનો વધારવા અને ઉત્પાદન વધારવા માટેની વ્યૂહ રચનાના ભાગ રૂપે આ કરાર થયો હોવાનું બહાર આવ્યું છે. એનએનપીસીએ ચાલુ વર્ષના પ્રારંભમાં જ જણાવ્યું હતુંકે, તે સિપકો સાથે ૩.૧૫ બિલિયન ડોલર ઊભા કરવા માટે વાટાદ્યાટો કરી રહી છે. આ ઉપરાંત નાઇજીરિયાની અન્ય કંપની સીએમઇએસ -ઓએમએસના સંયુકત સાહસ દ્વારા અન્ય ૯૯૧.૧ મિલિયન ડોલર ઊભા કરવામાં આવશે. સરકારી ઓઇલ કંપનીને તેના ઓઇલ સંશાધનો માટે ૪.૧ બિલિયન ડોલરની જરૂર છે.

જાન્યુઆરીમાં નાઈજીરિયામાં રોજના ૧.૭૮ મિલિયન બેરલનું ઉત્પાદન થતું હતું, ચાલુ વર્ષના પ્રારંભે નાઈજીરિયાનું ઓઇલ ઓપરેશન ખોરવાઇ ગયું હતું.

(6:53 pm IST)