Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

કાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મુંબઈમાં :નીતિ આયોગની હાઇપાવર કમિટીની બેઠકમાં ભાગ લેશે

અમદાવાદ :મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી આવતી કાલ 16 ઓગષ્ટે  સવારે મુંબઈ જશે નીતિ આયોગ દ્વારા રચવા માં આવેલી હાઇ પાવર કમિટિ ઓફ ચીફ મિનિષ્ટર્સ ઓન ટ્રાન્સફોર્મેશન ફોર ઇન્ડિયન એગ્રીકલ્ચર ની બીજી બેઠક ગુરુવારે 16 ઓગષ્ટે મુંબઈ માં મળવાની છે

આ બેઠક માં ભાગ લેવા વિજય ભાઈ રૂપાણી મુંબઈ જવાના છે મુખ્યમંત્રીઓની આ હાઇ પાવર કમિટી નું ગઠન નીતિ અયોગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ના કન્વીનર પદે  કર્યું છે

ગુજરાત ના મુખ્યમંત્રી ઉપરાંત આ કમિટીમાં કર્ણાટક હરિયાણા અરુણાચલ પ્રદેશ અને યુ.પી  ના મુખ્યમંત્રીઓ નો પણ સમાવેશ કરવામાં આવેલો છે આ  કમિટી ની પ્રથમ બેઠક તાજેતરમાં દિલ્હી ખાતે મળી હતી

(5:18 pm IST)