Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કરી લોકોને રાહત આપતી ઘોષણા : ગુજરાતમાં હાલ જંત્રીના નહીં વધે દર : મહારાષ્ટ્ર જેટલા જંત્રીના દર લાગુ કરવા અગાઉ થઈ હતી વિચારણા

ગાંધીનગર : ગુજરાત સરકારે હવે પ્રોપર્ટી પર સ્ટેમ્પ ડ્યુટી વસૂલવા માટે જંત્રીના દરમાં વધારો કરવાનું માંડી વાળ્યું છે. મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જાહેરાત કરી છે કે સરકારે ડબલ જંત્રી કરવાનો વિચાર માંડી વાળ્યો છે. એક સમયે સરકારે મહારાષ્ટ્ર જેટલો જંત્રી દર લાગુ કરવાની તૈયારી કરી લીધી હતી. જોકે, હવે સરકારે 15મી ઑગસ્ટે જાહેરાત કરી છે કે જ્યાં જંત્રીના દર અસ્થિર છે, ત્યાં જ સમતોલ કરવાનો પ્રયાસ કરાશે.

ગુજરાતમાં છેલ્લે જંત્રીના દરમાં ફેબ્રુઆરી 2007માં 50 ટકાનો વધારો થયો હતો. આ પહેલા તેમાં સુધારો છેક 1999ના કરાયો હતો. ત્યાર પછી 2011માં ફરી આ ભાવમાં સુધારો કરાયો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જંત્રીના દર લગભગ દશકામાં એક જ વાર બદલાય છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ઓનલાઈન ઈ-સ્ટેમ્પ ડ્યુટી જંત્રી છે જે પ્રોપર્ટીની સાચી બજાર કિંમત ગણવામાં મદદ કરે છે.

AG (કમ્પટ્રોલર ઑડિટર જનરલ)એ ગયા વર્ષે ધ્યાન દોર્યું હતું કે જંત્રીની ગણતરી અને વાસ્તવિક દરના તફાવતને કારણે રાજ્યની તિજોરીને ભારે નુકસાન જઈ રહ્યું છે. છેલ્લો રિપોર્ટ માર્ચ 2018માં ફાઈલ કરાયો હતો.

(4:33 pm IST)