Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

સોજીત્રા તાલુકાના પલોલ ગામે રાત્રીના સુમારે બે ભાઈઓએ બહેનને ભગાડી જવાનો વ્હેમ રાખી યુવાનની કરપીણ હત્યા કરતા પોલીસ ફરિયાદ

સોજીત્રા: તાલુકાના પલોલ ગામે ગઈકાલે રાત્રીના સુમારે બે સગા ભાઈઓએ ઘરની એક સગીરાને ભગાડી જવામાં મદદગારી કરનાર રીક્ષાચાલકની લાકડાના ડંડાના ફટકા મારીને ક્રુર હત્યા કરી નાંખી હતી. સોજીત્રા પોલીસે ગુનો દાખલ કરીને એકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર પલોલ ગામે રહેતા બાબુભાઈ ગોરધનભાઈ પરમારની પુત્રીને ગામનો જ યુવાન પ્રેમજાળમાં ફસાવીને ભગાડી લઈ ગયો હતો. જે અંગે પલોલ ગામમાં જ રહેતા અને રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા ઈદ્રીશભાઈ અબ્દુલત્તારભાઈ વ્હોરા (ઉ. વ. ૪૦)એ વચ્ચે પડીને સમાધાન કરાવ્યું હતુ. સોજીત્રા પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને કાર્યવાહી પણ હાથ ધરી હતી. જો કે ત્યારબાદ બાબુભાઈને મનમાં એવો વહેમ ભરાઈ જવા પામ્યો હતો કે, ઈદ્રીશ તેમની પુત્રીને ભગાડી જવામા ભાગ ભજવે છે અને મદદગારી કરે છે. તેની અદાવત રાખીને ગઈકાલે રાત્રીના સુમારે ઈદ્રીશને ગામના મામાસીભાના મંદિર પાસે બોલાવ્યો હતો. 

(4:20 pm IST)