Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

નડિયાદના સમડી ચકલામાં કન્સ્ટ્રક્શન પેઢીના ભાગીદારો દ્વારા 80 લાખનો ચૂનો ચોપડ્યાની ઘટનાથી અરેરાટી

નડિયાદ: શહેરમાં સમડી ચકલામાં રહેતાં નિરજભાઈ ચંદ્રકાન્તભાઈ પટેલ અને કોલેજ રોડ પર રહેતાં ઉમંગભાઈ પ્રવિણભાઈ પટેલે ભેગા મળી સન ૨૦૧૩માં નારયણી કોર્પોરેશન નામની પેઢી બનાવી કન્સ્ટ્રક્શનનો ધંધો શરૂ કર્યો હતો. અને પાલિકામાં નોંધણી કરાવી હતી. આ પેઢીના માલિકો આ બંને હતાં. નિરજભાઈ પટેલ વિડિયો ચેનલનો ધંધો કરતાં હોઈ પેઢીનો વહીવટ ઉમંગભાઈ પટેલને સોપ્યો હતો. આ દરમિયાન ઉમંગભાઈ પટેલને અલીન્દ્રામાં આવેલ બ્લોક સર્વે નં ૬૨૦ વાળી જમીન પૈકી ૪૬૫૪ ચો.મીટર જમીન ખરીદવા નડિયાદની એક બેંકમાંથી રૂ.૪૯.૮૦ લાખની અને ઉત્તરસંડાની બેંકમાંથી રૂ.૧૦.૬૦ લાખની લોન પણ અપાવી હતી. જેમાં જામીનદાર તરીકે નિરજ પટેલ રહ્યાં હતાં. આ ઉપરાંત અલીન્દ્રામાં આવેલ સર્વે નં ૬૨૩ વાળી જમીન ડેવલોપ કરવા જમીન માલિક તખતસિંહ છોટાભાઈ પરમાર સાથે તા.૧૯-૧૦-૧૩ ના રોજ સંમતિ કરાર કરી રૂ.૩૩.૭૦ લાખ પેઢી દ્વારા ચુકવવામાં આવ્યાં હતાં. આ જમીન ડેવલોપ કરવાની કામગીરીમાં ઉમંગભાઈ પ્રવિણભાઈ પટેલ કાર્યરત હતાં. તેમણે નિરજ પટેલની જાણ બહાર આઠ વ્યક્તિઓ પાસેથી આ ડેવલોપ થતી જમીન વેચાણ આપવાના વચન આપી ૬૫ લાખ લીધાં હતાં. અને પેઢીના લેટર પેડનો ઉપયોગ કર્યો હતો. પૈસા લીધાના પુરાવા તરીકે ઉપયોગ કર્યો હતો. આ નાણાં લઈ ઉમંગ પટેલ અમેરિકા ભાગી ગયો હતો. અને જતાં અગાઉ પાવર ઓફ એટર્ની તેના ભાઈ ચિંતન પટેલને સોંપી હતી. 

(4:20 pm IST)