Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

ખેડા પોલીસે ખુમારવાડ નજીકથી બંધ ટ્રકમાં સંતાડેલ 15 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

ખેડા:પોલીસ કેમ્પથી સમરપૂર તરફ જવાના રસ્તે ખુમરવાડ ગામ આવેલ છે. ખુમરવાડ શાળાની પાસે ગત રાત્રીના સમયે એક બંકર કિચડમાં ફસાયેલ પડ્યુ હોવાની માહિતી ખેડા ટાઉન પોલીસને મળતા પોલીસ કાફલો સ્થળ પર પહોચી ગયો હતો. બંકર તેમજ આસપાસના વિસ્તારમાં તપાસ કરતા પોલીસને આ બંકર ટ્રકનો કોઇ ડ્રાઇવર કે ક્લિનર મળી આવ્યા ન હતા. જેથી પોલીસે બંકરમાં શું પડ્યુ છે તેની તપાસ કરતા પોલીસેને સફેદ કલરના બોક્સમાં પાર્ટી સ્પેશીયલ વ્હીસ્કીના બોક્સ મળી આવ્યા હતા. જેથી પોલીસે બંકર ટ્રકને પોલીસ સ્ટેશન લાવી ગણતરી કરતા પાર્ટી સ્પેશીયલ વ્હીસ્કીના ૪૧૧ બોક્સ કુલ ૪૯૩૨ નંગ બોટલ કિંમત રૂ.૧૪,૭૯,૬૦૦, મેકડોવેલ સુપરીયર વ્હીસ્કી ના ૧૯ બોક્સ કુલ ૨૨૮ બોટલ કિમત રૂ.૧,૧૪,૦૦૦ મળી કુલ ૧૪,૯૩,૬૦૦ નો વિદેશી દારૂનો જથ્થો તેમજ બંકર ટ્રક નંબર જીજે.૧૨ બીટી.૬૦૩૧ કિમત રૂ.૧૫ લાખ મળી કુલ રૂ.૩૦,૯૩,૬૦૦ નો મુદ્દમાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ ઘટના સ્થળ પર પહોચી આસપાસના ખેતરોમાં કોઇ ટ્રકના ડ્રાઇવર કે કંડક્ટર છુપાયેલા છેકે કેમ તેની સોધખોળ હાથ ધરી હતી. જોકે આરોપીઓ બંકર ટ્રક સ્થળ પર જ મુકીને ફરાર થઇગયા હોઇ પોલીસે હાલ મુદ્દામાલના આરોપીઓને ઝડપી પાડવા કાયદેસર કાર્યવાહી હાથધરી છે. 

(4:18 pm IST)