Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

સ્વતંત્રતા દિવસ સ્પેશીયલ : જલિયાવાલા બાગ હત્યાકાંડથી પણ મોટો હત્યાકાંડ થયો હતો ગુજરાતમાં : આઝાદીની ચળવળ દરમ્યાન 1922માં 22 માર્ચે સાબરકાંઠાના પાલ દઢવાવ ગામમાં 1200થી વધુ લોકોને બંદુકની ગોળીઓથી ફૂંકી મરાયા હતા

અમદાવાદ : આઝાદીની લડત માટે જલિયાવાલા બાગના હત્યાકાંડથી પણ મોટો કાંડ ઇતિહાસમાં રચાયો છે. ગુજરાતમાં જલિયાવાલા બાગથી મોટો હત્યાકાંડ સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પાલ દઢવાવ ગામમાં થયો હતો. આ ઘટનામાં 1200થી વધુ શહીદ થયા હતા.

આઝાદીના સંગ્રામમાં 1919ના જલિયાવાલા બાગનો હત્યાકાંડ ઇતિહાસના પાના પર અંકિત થયો છે, પણ આઝાદીની લડતનો વિજયનગરના પાલ દઢવાવ ઇતિહાસના પાના પર ઉલ્લેખ સરખો પણ થયો નથી. દેશને આઝાદ કરવા ઘણા આંદોલનો થયા પણ વનવાસીઓ માટે 1922માં 22 માર્ચનો દિવસ વિજ્યનગરના આદિવાસીઓ માટે કાળો સાબિત થયો હતો.

રાજસ્થાનના મેવાડના જાણીતા સ્વતંત્ર સેનાની મોતીલાલ તેજાવત બ્રિટીશ સરકાર સામે લગામ વધારવા અને જુલમ સામે પાલ દઢવાવ પાસે આવેલ નદી પાસેના મેદાનમાં સભા બોલાવી હતી. જેમાં રાજસ્થાન,અને ગુજરાતમાં પોશીના અને વિજયનગરના આસપાસના ગામડાઓના વનવાસીઓ ઉમટી પડ્યા હતા.

આ સભાના સમાચાર જાની મેવાડ ભીલ એમ્બેસીના બ્રિટીશ કેપ્ટન. સાર્જન્ટ નામના અર્ધ લશ્કરી દળો ગોઠવાઈ ગયા હતા. આ સમગ્ર લડતમાં બ્રિટીશ સરકારે મોતીલાલ તેજાવતને પકડવાના આદેશ આપ્યા હતા. આ સભામાં એકઠા થયેલા લોકો પર અંગ્રેજોએ ગોળીબાર કરી કાળો કહેર વરસાવ્યો હતો.

આ હત્યા કાંડમાં 1200 લોકો શહિદ થયા હતા. આ ઘટનાને વડવાઓએ માહિતી એકત્રિત કરી પ્રચલિત કરી છે. પહેલા વિશ્વયુદ્ધ બાદ ભારતને આઝાદી મેળવવાની આશા હતી, પણ દેશના લોકો ખૂણે ખૂણે આદોલન ચલાવવા લાગ્યા હતા. દેશની પ્રજા પણ અંગ્રેજોની ગુલામી અને વેઠ અને કરવેરા ભરવા છતાં ભૂખે મરતી હતી.

તેની સામે રાજેસ્થાનના મેવાડના મોતીલાલ તેજાવત નામના ક્રાંતિકારીએ ચળવળ શરુ કરી હતી. જે રાજસ્થાનમાં દબાવી દેતા ગુજરાત પાસે આવેલા વિજયનગરમાં પાલ દઢવાવ પાસે એક મેદાનમાં કરી હતી. આ ચળવળના મેદાનમાં લોહિયાળ જંગ ખેલાયો હતો. આ લોહિયાળ ઘટનાને 1922માં દબાવી દેવામાં આવ્યો હતો. આ હત્યા કાંડમાં 1200થી વધુ લોકોને બંદુકની ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યા હતા.

(4:16 pm IST)