Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

સુરત: મધ્યરાત્રીએ યુવાને સરદારબ્રિજ પરથી નદીમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું

સુરત:આજે રાત્રીના સરદારબ્રિજ પરથી યુવાને તાપી નદીમાં ભૂસ્કો મારીને મોત વ્હાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો. ફાયરબ્રિગેડને કોલ મળતા જ જવાનો તાપી નદીએ પહોંચ્યા હતા.પરંતુ પાણીના ધસમસતા પ્રવાહમાં અંદર જઇ ના શકતા પાછા ફરવુ પડયુ હતુ.

પ્રાપ્ત માહિતી મુજબ આજે રાત્રીના 8.58 મિનિટે કોઇક વ્યકિતએ પોલીસ કંટ્રોલ રૃમમાં ફોન કરીને માહિતી આપી હતી કે એક લીલા કલરનું શર્ટ અને કાળા કલરની બેગ લઇને સરદાર બ્રિજ પરથી પસાર થઇ રહયો હતો. ત્યારે અચાનક તાપી નદીમાં ભૂસ્કો માર્યો હતો. ભૂસ્કો મારનારની ઉમર 17 થી 18 વર્ષની હોવાનું જણાવ્યુ હતુ. ફાયર બિગ્રેડને કોલ મળતા જ જવાનો તાપી નદીએ પહોચ્યા હતા. પરંતુ હાલમાં તાપી નદીમાં પાણી છોડાયુ હોવાથી ધસમસતા પ્રવાહમાં રેસ્કયુ કામગીરી થઇ શકે તેમ ન હોવાથી પાછા ફર્યા હતા. બનાવ અંગે અડાજણ પોલીસે જાણવા જોગ નોંધી હતી.

(4:16 pm IST)
  • તાતા સન્સના ચેરમેન શ્રી ચંદ્રશેખરનને દર વર્ષે રૂ. ૬૫.૬૬ કરોડનો વાર્ષિક પગાર મળે છે. મહિને લગભગ સાડા પાંચ કરોડ તેઓ મેળવે છે. access_time 12:06 am IST

  • ભારતના 73 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ગૂગલે ડુગલ બનાવ્યું : કોપનહેગનમાં રહેતી ભારતીય કલાકાર શૈવાલિની કુમારએ બનાવેલા ડુગલમાં ભારતીય વસ્ત્રોના નમૂના, ભારતીય સંસ્કૃતિ દર્શાવતી તસવીરો, તેમજ શિક્ષા, કલા, શક્તિ અને કરુણાનું અદભુત નિદર્શન access_time 1:21 pm IST

  • ગુરૂવારે ખેડામાં ભારે વરસાદ પડ્યો છે access_time 7:22 pm IST