Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

આગામી ચાર દિવસ દિલ્હીમાં ભારે વરસાદ ખાબકશે ગુજરાતને કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડશે

અરવલ્લી, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગરમાં ભારે વરસાદ પડશે

 અમદાવાદઃ ભારતીય હવામાન વિભાગે લેટેસ્ટ બૂલેટિન જારી કર્યું છે. જેમાં આવનારા 4 દિવસ સુધી દિલ્હીમાં ભારે વરસાદની આગાહી ના પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  હવામાન વિભાગ પ્રમાણે, ઝારખંડ નજીકના વિસ્તારો અને ગંગાટિક પશ્ચિમ બંગાળ તથા ઉત્તર ઓડિશામાં લો-પ્રેશર તૈયાર થયું છે. આગામી 3 દિવસ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અરવલ્લી, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

(12:55 am IST)