Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

એમ,એસ યુનિ,ની વિદ્યાર્થી સંઘની ચૂંટણીનું જાહેર :રાકેશ પંજાબી UGS પદે અને કક્ષા પટેલ VP પદે ભારે બહુમતીથી જીત્યા

પોલિટેકનિક ફેકલ્ટીની તમામ બેઠક માં NSUI નો ભવ્ય વિજય:સાયન્સ ફેકલ્ટીમાં યોગેશ અગ્રવાલ, લૉ ફેકલ્ટીમાં વીવીએસ જૂથના પાર્થ સુરતી જીત્યા

 

 

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ચૂંટણીની મતગણતરી બાદ પરિણામ જાહેર થયા હતા. જેમાં જી.એસ તરીકે કોમર્સ ફેકલ્ટીમાં એનએસયુઆઈના કૃપલ પટેલની જીત થઈ છે. તો પોલિટેકનિક ફેકલ્ટીની તમામ બેઠક માં NSUI નો ભવ્ય વિજય થયો છે. સાયન્સ ફેકલ્ટીમાં યોગેશ અગ્રવાલની જીત થઈ છે. લૉ ફેકલ્ટીમાં વીવીએસ જૂથના પાર્થ સુરતીની જીત થઈ છે. તો આર્ટ્સ ફેકસ્ટીમાં યુવા શક્તિ મોરચાના અર્જુન મારવાડીની જીત થઈ છે.. સાયન્સ ફેકલ્ટીમાં યોગેશ અગ્રવાલનો GS તરીકે વિજય થચયો છે. જ્યારે UGS તરીકે રાકેશ પંજાબીનો વિજય થયો છે .

સવારે 10 થી બે વાગ્યા સુધીમાં 30.03 ટકા મતદાન થયું હતુ. જીએસ અને વીપી સહિત 22 બેઠકો ઉપર પોતાના મનગમતા ઉમેદવારો ચૂંટી કાઢવા માટે વિદ્યાર્થીઓએ મતદાન કર્યું. 22 બેઠકો માટે કુલ 99 ઉમેદવારો મેદાને છે. આ વખતની ચૂંટણીમાં મુખ્ય હરિફાઈ એનએસયુઆઈ અને જય હો ગઠબંધન અને વીવીએસના ગઠબંધન વચ્ચે હતી. આમ તો એબીવીપી પણ રેસમાં હતું પરંતુ કેમ્પસનો માહોલ જોતા એબીવીપી રેસમાં ન હોય તેવું લાગ્યું.હતું

યુ.જી.એસ. પદ માટે 7 ઉમેદવારો વર્તમાન વી.પી. સલોની મિશ્રા, ધ્રુવિલ ભાટીયા, રાકેશ જાટ, રાકેશ પંજાબી, હર્ષિલ પારેખ અને મોન્ટુ સાકરીયા મેદાનમાં હતા. જ્યારે વી.પી. પદ માટે 5 ઉમેદવારો હિના પાટીદાર, પ્રાચી બારોટ, કક્ષા પટેલ, બિનલ ઠાકોર અને પ્રિન્સી પટેલ મેદાનમાં હતા. આ ઉપરાંત વિવિધ ફેકલ્ટીના જી.એસ. અને એફ.આર.ની 22 બેઠક માટે 99 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા

(11:01 pm IST)