Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

પાટનગર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું :ગાંધીનગર રાધે રાધે પરીવાર અને શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ઐતિહાસિક “શૌર્ય મહાયાત્રા”યોજાઈ

૫૫૧ ફૂટ લાંબા તિરંગા અને 10 ફુટ પહોળાઈના રાષ્ટ્રધવજનું સન્માન અને સ્વાગત માટે શહેરીજનો ઉમટયા

 

:ગાંધીનગર રાધે રાધે પરીવાર અને શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ઐતિહાસિક શૌર્ય મહાયાત્રાયોજાઈ હતી બંને આયોજકના પરીવાર ધ્વારા નાગરિકોમાં રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થાય,રાષ્ટ્રનાં પ્રતિકોનું મહત્વ સમજે, સ્વતંત્રતાનું મુલ્ય જાણે અને તેનું જતન કરે,તેમજ દેશપ્રેમ ઉજાગર કરે અને શહીદોની શહાદતને યાદ કરી ભારતીય સંસ્કૃતિનાં વરસાને ઉજાગર કરે તે માટે ઉત્તર ગુજરાતમાં બીજી વખત ૫૫૧ ફૂટ લાંબા તિરંગા અને 10 ફુટ પહોળાઈ ધરાવતા રાષ્ટ્રધવજ સાથે ઐતિહાસિક ભવ્યશૌર્ય મહાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.જેમાં પ્રસ્થાન ગાંધીનગર મહાનગરપાલિકા ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  દેવેન્દ્રસિંહ ચાવડા સાહેબ (જીગા બાપુ), ગાંધીનગર મહાનગરપાલિકા ના ડેપ્યુટી મેયર નાજાભાઈ ઘાંઘર, ખુશી સ્ટુડિયોના દિપકભાઇ વ્યાસ, ફુડ એન્ડ ડ્રગ્સ કન્ઝ્યુમર વેલ્ફેર કમિટીના અનિલ મોરેના હસ્તે તિરંગા ફુગ્ગા સાથે લીલી ઝંડી આપી ભવ્ય શૌર્ય મહાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યાર બાદ ક-૫ સર્કલ, ખ-૫ સર્કલ, ખ-૬ સર્કલ, ગ-૬ સર્કલ, ઘ-૬ સર્કલ, ઘ-૫ સર્કલ, ઘ-૪ સર્કલ, થી એમ.એસ ગ્રાઉન્ડ સેક્ટર-૧૧ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. ૫૫૧ ફૂટ લાંબો અને ૫ મણ (૧૦૦ કિલો)વજન ધરાવતો તિરંગો લઇ વિદ્યાર્થીઓ નીકળ્યા હતા.

  ગાંધીનગર શહેરમાં દસ કિલોમીટરનાં વિસ્તારમાં ૧૦૦૦થી પણ વધારે વિદ્યાર્થીઓ સાથે ૫૫૧ ફૂટ લાંબા તિરંગા સાથે ઐતિહાસિક ભવ્ય શૌર્ય મહાયાત્રા નીકળી.સમગ્ર ગાંધીનગર શહેર તિરંગાનાં સન્માન સાથે સ્વાગત કરવા ઉમટ્યું હતું.સમગ્ર રૂટ દરમ્યાન જુદી જુદી સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. નાગરિકો રાષ્ટ્ર ભક્તિ સાથે શહીદોની સહાદતને યાદ કરી ગાંધીનગર શહેર માટે નાં ભૂતો નાં ભવિષ્યવિશાળ સંખ્યા અને વિશાળ તિરંગા સાથે શૌર્ય મહાયાત્રા નીકળી.શૌર્ય મહાયાત્રામાં કુલ ૧૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં માંથી ૫૦૦ જેટલી બહેનોએ ભાગ લીધો. ગાંધીનગર શહેરમાં ૫૫૧ જેટલા લાંબા તિરંગા સાથે નીકળતા ગાંધીનગર શહેરમાં જાણે આજેજ આઝાદી મળી હોય તેવો ખુબ ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો હતો. હાથમાં તિરંગા સાથે યુવાનોએ તિરંગાના માનમાં સૂત્રોચ્ચાર કરતા સમગ્ર વાતાવરણ રાષ્ટ્ર ભક્તિથી રંગાયું હતું

 નાના બાળકોની ઉંટ લારી અને અશ્વ ઉપર સવાર ધ્વજ સાથે વિદ્યાર્થીઓએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.દેશ ભકિતનાં ગીતો અને સામાજીક સંદેશો આપતા પોસ્ટરો સાથે લોક જાગૃતિ અંગે ખુબ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. અંતમાં સમગ્ર યાત્રા નુ સમાપન ગાંધીનગર મહાનગરપાલિકા ના મેયર રીટાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકા ના વિપક્ષ નેતા શૈલેન્દ્વસિંહ બિહોલા ધ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર યાત્રા માં ટ્રાફિક ને રોકવા અને અન્ય વ્યવસ્થા માટે તમામ વોલેન્ટીયર મિત્રોનો અને ગાંધીનગર ટ્રાફિક પોલીસ નો રાધે-રાધે પરીવાર અને શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ પરીવાર ખુબ ખુબ આભાર માને છે. ત્યારબાદ શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ ના બાળકો દ્વારા શૌર્ય ની અવનવી વિશિષ્ટ ક્રુતી ઓ રજુ કરી લોકોનુ ધ્યાન આકર્ષિત કર્યું હતું.

(11:00 pm IST)