Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

સુરતમાં મિઠાઇના દુકાનદાર દ્વારા ભારતના નકશાવાળી મિઠાઇ બનાવીને તેમાં જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ સોનાના વરખથી મઢ્યુ

સુરત: તહેવાર હોય ત્યારે દરેકને મીઠાઇ ખાવાનું મન થતું હોય છે. દરેક જિલ્લા અને રાજ્યની અલગ અલગ પ્રકારની મીઠાઇઓ ફેમસ હોય છે. ત્યારે સ્વાદના શોખીનોની નગરી ગણાતા સુરત શહેરની ઘારી દેશ અને દુનિયામાં ખુબ જાણીતી છે. જો કે, સિવાય પણ અનેક વાનગીઓ સુરતની દુનિયાભરમાં ફેમસ છે. ત્યારે સુરતના એક મીઠાઇના દુકાનદારે ભારતના નક્શાવાળી મીઠાઇ બનાવી તેમાં જમ્મૂ અને કાશ્મીરને સંપૂર્ણ સોનાના વરખથી મઢિયું છે.

તહેવાર હોય કે પછી કોઇ પ્રસંગ દરેક પ્રસંગમાં મીઠાઇની હાજરી તો અવશ્ય જોવા મળે છે. મીઠાઇ વડે જ્યાં સુધી મોઢું મીઠું ના કરે, ત્યાં સુધી પ્રસંગનો સ્વાદ પણ ફિક્કો પડે છે. પેંડા, કાજુકતરી સહિતની મીઠાઇઓ 150થી 1000 રૂપિયા સુધીની કિંમતમાં મળતી હોય છે. ત્યારે સુરતમાં સોનાની મીઠાઇ માર્કેટમાં મુકવામાં આવી છે. જેની કિંમત સાંભળીને તમને ચક્કર આવી જશે.

જીહાં અલગ અલગ ચાર વેરાયટીની મીઠાઇનો ભાવ 9000 રૂપિયે કિલોનો છે. હમણાં સુધી અન્ય મીઠાઇઓ પર ચાંદીની વરખ ચઢાવવામાં આવતી હોય છે. સુરતની 24 કેરેટ મીઠાઇના દુકાનદાર દ્વારા ભારતના નક્શાવાળી મીઠાઇ બનાવવામાં આવી અને તેમાં જમ્મૂ અને કાશ્મીરના ભાગને સંપૂર્ણ સોનાના વરખથી મઢવામાં આવ્યો છે. સોનાની આરોગ્યપ્રદ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

(5:06 pm IST)