Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

સાવરકુંડલાના મુસ્લિમ યુવકોએ સાઉદી અરેબિયામાં લહેરાવ્યો ત્રિરંગો: હજેબયતુલ્લાની મુબારક સફરે ગયેલા યુવકોએ સ્વતંત્રતા પર્વ ઉજવ્યો

સાઉદી અરેબિયાની ધરતી પર માદરે વતનનો તિરંગો લહેરાવી આ યુવકોએ પોતાની દેશ ભક્તિની મિસાલ આપી

 

માતૃ ભૂમિ છોડી હજેબયતુલ્લાની મુબારક સફરે ગયેલા ભારતીય અને ખાસ કરી સાવરકુંડલાના મુસ્લિમ યુવકોએ સાઉદી અરેબિયામાં સ્વતંત્રતા દિવસની શાનદાર ઊજવણી કરી તિરંગાને સાઉદી અરેબિયામાં લહેરાવ્યો હતો

   મેરી શાન તિરંગા હે મેરી આન તિરંગા હે નું સૂત્ર ભારતીય મુસ્લિમોએ આજ સ્વતંત્રતા દિવસ પર સાકાર કરી બતાવ્યું હતું જેમાં ખાસ કરી સાવરકુંડલાના વતન પરસ્ત મુસ્લિમ યુવકોએ આજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારત ની આન બાન શામ સમો તિરંગો સાઉદી આરબની ધરતી પર લહેરાવી માદરે વતન અને આઝાદીના પર્વની શાનદાર ઉજવણી કરી હતી

   અમરેલી જિલ્લાના સાવરકુંડલા ના યુવાનો હાલ હજેબયતુલ્લાના મુબારક સફરમાં પીરે તરીકત દાદા બાપુ કાદરી મુનિર બાપુ કાદરીના સાનિધ્યમાં હાલ મદીના શરીફ અને મક્કા શરીફ ની મુબારક સફર માં છે ત્યારે  પંદરમી ઓગષ્ટ એટલે કે ભારતનો આજ સ્વતંત્રતા દિવસ છે જે દિવસ ને અહીંના મુસ્લિમ યુવકો જેમાં મુસ્તુફા ગફાર ભાઈ જાદવ સહિતના યુવકો ભૂલ્યા ન હોય સાઉદી અરેબિયા ની ધરતી પર પોતાના માદરે વતન નો તિરંગો લહેરાવી આ યુવકો એ પોતાની દેશ ભક્તિ ની મિસાલ આપી હતી અને આ જ તસવીરો એ ભારતભરના સોશ્યલ મીડિયા માં ધૂમ મચાવી હતી

  સાઉદી અરેબિયાની ભૂમિ પર ભારતીય તિરંગો લહેરાવનાર મુસ્લિમ યુવક સાવરકુંડલાનો કોમ્પ્યુટર એન્જીનીયર છે અને તેમના પિતા ગફાર ભાઈ જાદવ એસટી નિગમ ના ઉચ્ચ અધિકારી હતા અને હાલ માં સેવા નિવૃત્ત છે ત્યારે આ મુસ્લિમ યુવકે પોતાના દેશ ની સ્વતંત્રતા નો પર્વ પોતે હજેબયતુલ્લા ના મુબારક સફર માં પણ યાદ કરી દેશ ની સ્વતંત્રતા ની ઉજવણી કરી હતી જેની સાવરકુંડલા માં ભર ના પ્રબુદ્ધ નાગરિકો . નાગરિક બેન્ક ના ચેરમેન પરાગ ત્રિવેદી . કોર્પોરેટર હિતેશ સરયા . માનવ મંદિર ના પૂજ્ય ભક્તિ રામ બાપુ ઉદ્યોગકાર ચિરાગ ભાઈ આચાર્ય
સત્યમ ઘકાણ હિંમત ટ્રાવેલસ ના ઓનર જાહિદ ભાઈ જાદવ .યુવા પત્રકાર ઈંદ્રિશ જાદવ સાહિર જીરૂકા સહિત ના ગણ માન્ય લોકો એ આવકારી તેની દેશ ભક્તિ ને સલામ કરી હતી

(12:02 am IST)