Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

અમદાવાદમાં બાપ-દીકરાની તસ્કર જોડી ઝડપાઇ :15 લાખનો મુદામાલ જપ્ત

-સેટેલાઇટ વિસ્તારમાં રેકી કરીને ચોરીને અંજામ આપતા હતા ;અનેક ચોરીના ભેદ ખુલવાની વકી

 

અમદાવાદના સેટેલાઇટ પોલીસે બાપ અને દીકરાની ધરપકડ કરી છે. આ બંને બાપ અને દિકરો સેટેલાઇટ વિસ્તારની સોસાયટીઓમાં રેકી કરીને ચોરી કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સેટેલાઇટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં બાપ દીકરો કમલેશ પટેલ અને કાંતિ પટેલ શાતીર ચોર છે. બાપ-દિકરાની આ જોડીએ સેટેલાઈટ વિસ્તારમાં હાહાકાર મચાવ્યો હતો. સેટેલાઈટમાં એક પછી એક મકાનમાં સિફતપૂર્વક ચોરી કરીને ફરાર થઈ જતાં હતા. છેલ્લા કેટલાક સમયથી આઝાદ સોસાયટીમાં બંધ મકાનના તાળા તૂટ્યા હોવાના બનાવો વધવા લાગ્યા હતા. બેટો દિવસે રેકી કરીને સોસાયટીઓની આસપાસનો માહોલ જોઈ લેતો હતો. અને પછી બાપ-બેટો મળીને બંધ મકાનમાં ચોરી કરવાનો પ્લાન ઘડતાં હતા. આઝાદ સોસાયટીમાં ત્રણ જેટલા બંધ મકાનોને ટાર્ગેટ બનાવ્યા હતા અને લગભગ 15 લાખના મુદ્દામાલની ચોરી કરી હોવાનું પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી છે.

ઘરફોડ ચોરીના વધતા જતાં બનાવોને લઈને ઉચ્ચ પોલીસ અધિકારી આવા બનાવોને કંટ્રોલ કરવા આદેશ કર્યા હતા. બાદમાં આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવાયું હતું. દરમિયાન પોલીસના હાથે આ બાપ-બેટાની જોડી ઝડપાઈ હતી. ત્યારે બંનેની પૂછપરછમાં હજુ પણ વધુ ગુનાના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.

(9:45 pm IST)