Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

વડોદરામાં ઝંડો લહેરાવવા માટે થાંભલાની ચોરી થતા અરેરાટી

વડોદરા:દેશભરમાં થઈ રહેલી સ્વતંત્ર દિવસની ઉજવણી વચ્ચે વડોદરામાં ઝંડો લહેરવવા માટેના થાંભલાની ચોરી થઈ જવાની શરમજનક ઘટના સપાટી પર આવી છે.

ફ્લેગ માટે વડોદરાની નવી કોર્ટ સંકુલમાં પોલ લગાવવામાં આવ્યો હતો.આઝાદી દિવસના એક દિવસ પહેલા જ આ પોલની સાથે સાથે 400 ખુરશીઓ ગાયબ થઈ ગઈ હતી.

વકીલોએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કોર્ટ સંકુલમાં પહોંચી હતી.માત્ર પોલ જ નહી પોલ લગાવવા માટે વપરાયેલો અન્ય સામાન પણ સ્થળ પરથી ગાયબ હતો. બુધવારે સવારે નવેસરથી વ્યવસ્થા કરીને વકીલોએ ધ્વજવંદન કર્યુ હતુ.

આ ઘટનાના પગલે વકીલોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.

(4:16 pm IST)