Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

વડોદરામાં ધો.2ના વિદ્યાર્થીએ ક્લાસની વિદ્યાર્થીની સાથે કર્યું ચોંકાવનારું વર્તન

વડોદરા:સોશ્યલ મીડિયા અને મોબાઈલના યુગમાં બાળકોની માનસિકતા પણ કેટલી હદે બદલાઈ રહી છે તેનો પૂરાવો આપતો એક ચોંકાવનારો કિસ્સો વડોદરાના પોલોગ્રાઉન્ડ પાસે આવેલી બરોડા હાઈસ્કૂલમાં બન્યો છે.
આ સ્કૂલમાં ભણતા ધો.૨ના એક વિદ્યાર્થીએ ક્લાસમાં અન્ય એક બાળકી પર આઈ લવ યુ..લખેલો કાગળ ડુચો વાળીને ફેંક્યો હતો.આ કાગળ બાળકીને બેગમાંથી મળી આવતા તેના પિતાને આઘાત લાગ્યો હતો.આજે તેમણે સ્કૂલમાં આ મુદ્દે હોબાળો મચાવ્યો હતો.જેના પગલે આ ઘટના પ્રકાશમાં આવી હતી.

મનોજ અગ્રવાલ નામના આ વાલીએ એક વાતચીતમાં કહ્યું હતું કે સોમવારે રાતે મારી પુત્રી સ્કૂલ બેગમાં નોટો અને ચોપડીઓ ગોઠવી રહી હતી ત્યારે બેગમાંથી કાગળનો એક ડૂચો મળ્યો હતો.હું તેની બાજુમાં જ બેઠો હતો.ડૂચો જોઈને તે ગભરાઈ જતા મને શંકા ગઈ હતી.કાગળ ખોલીને મેં જોયુ તો તેમાં આઈ લવ યુ.. શબ્દ લખેલા હતા અને હાર્ટ પણ દોર્યુ હતુ.આ જોઈને મેં તેની પૂછપરછ કરી ત્યારે તેણે રડતા રડતા કહ્યું હતું કે મારા ક્લાસમાં જ ભણતા એક વિદ્યાર્થીએ આ કાગળ મારી તરફ ફેંક્યો હતો.આ પહેલા પણ તે ક્લાસમાં આવી હરકત કરી ચુક્યો છે પણ મને બીક લાગતી હોવાથી ઘરમાં જાણ કરી નહોતી.

(4:16 pm IST)