Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

લ્યો બોલો:વડોદરામાં ધોરણ 2ના વિદ્યાર્થીએ ક્લાસમેટને લખ્યો લવ લેટર, થયો હોબાળો

વડોદરા :આજ કાલના બાળકો માત્ર સ્માર્ટફોને યુઝ કરવાની બાબતમાં જ એડવાન્સ છે એવુ નથી. પરંતુ પ્રેમમાં પણ એડવાન્સ થઈ ગયા છે. કંઈક આવો જ કિસ્સો વડોદરાની એક પ્રાઈમરી સ્કુલમાં જોવા મળ્યો છે. અહીં એક બીજા ધોરણના બાળકે તેની જ ક્લાસમેટને લવ લેટર લખ્યો હોવાની જાણ વિદ્યાર્થીનીના વાલીને થતા હોબાળો મચી ગયો છે. તેમજ બાળકીના વાલીએ વિદ્યાર્થીને સ્કુલમાંથી કાઢી મુકવા જીદ પકડી છે.

(2:11 pm IST)