Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ભરૂચના શુક્લતીર્થમાં ઘ્વજવંદન વેળાએ સરપંચના પતિનું હાર્ટએટેકથી મોત

મહિલા સરપંચ મંજુલાબેનના હસ્તે ધ્વજવંદન કરાયું :પતિ ચંદુભાઈ વસાવા પણ ગ્રામ પંચાયતના સભ્ય

ભરૂચ તાલુકાની શુક્લતીર્થ ગામે ધ્વજવંદન સમયે ગ્રામ પંચાયતનાં સરપંચનાં પતિ તથા પંચાયતનાં સભ્યને હ્રદયરોગનો હુમલો આવતાં સ્થળ પર જ મોત થયું હતું. જેના પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ભરૂચનાં શુકલતીર્થ ગામના સરપચ મંજુલાબેનનાં હસ્તે આજે 72માં સ્વાતંત્ર પર્વ નમિત્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. તેમણે ધ્વજ ફરકાવ્યા બાદ પોતાની જગ્યા પર બેઠા હતા. જ્યારે તેમના પતિ ચંદુભાઈ વસાવા જે પણ શુક્લતીર્થ ગ્રામ પંચાયતના સભ્ય છે. તેઓ ધ્વજવંદન અવસરે સંબોધન કરી રહ્યા હતા. આ સમયે તેમને હૃદયરોગનો હુમલો આવતાં જમીન ઉપર ઢળી પડ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે ગામમાં ઉત્સવને બદલે માહોલ શોકમાં ફરી વળ્યો હતો.

 

 

બનાસકાંઠાના થાવર સેલટેક્સ ઓફીસમાં એસીબીની તપાસ:મોડી રાતે ગાંધીનગર એસીબીની ટીમ સેલટેકસ ચેકપોસ્ટ ખાતે પહોંચી :તપાસ શરૂ કરી:થાવર ખાતેની સેલટેક્સ ચેકપોસ્ટ સામે ફરિયાદ થઈ હતી.જેને લઈને એસબીએ તપાસ શરૂ કરી.

 

બનાસકાંઠાના થરાદમાં દબાણ હટાવો કામગીરી સમયે હંગામો થયો હતો: ચીફ ઓફિસર દબાણ હટાવ કામગીરીમાં જોડાયા હતા: તે સમયે હોબાળો થયો હતો: જોકે બાદમાં મામલો થાળે પડ્યો હતો ચીફ ઓફિસરે અડચણરૂપ ન બને તે રીતે ફેરિયાઓને ઉભા રહેવા સુચના આપી હતી

 

(2:18 pm IST)