Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ભરૂચ જિલ્લા કક્ષાના 72માં સ્વાતંત્ર પર્વની હાંસોટ ખાતે થઈ ઉજવણી: મંત્રી ઈશ્વરસિંહ પરમારનાં હસ્તે જીનવાલા કમ્પાઉન્ડ ખાતે ધ્વજવંદન કરાયું

ભરૂચ :  આજે દેશભરમાં 72માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર પર્વ હાંસોટ ખાતે આવેલા જીનવાલા કંપાઉન્ડ ખાતે યોજાયું હતું, મંત્રી ઈશ્વરસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં જિલ્લાનું વહીવટી તંત્ર તેમજ શાળાઓનાં વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રીનાં હસ્તે ધ્વજવંદન બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પોલીસ પરેડ સહિત વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓનું પણ આયોજન થયું હતું. તો શાળાનાં વિદ્યર્થીઓએ અનેક અંગ કસરતો કરી નાગરિકોમાં આકર્ષણ જમાવ્યું હતું.

--- 

(12:46 pm IST)