Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પીઆઈએ વકીલને માર મારતા મામલો ગરમાયો :સસ્પેન્ડ કરવા માંગ :અંતે બંને વિરુદ્ધ ગુન્હો દાખલ

 

પાલનપુર પશ્વિમ પોલીસ મથકના પીઆઈએ એક વકીલને માર મારતાં મામલો ગરમાયો છે.પીઆઇને સસ્પેન્ડ કરવાની માંગ સાથે વકીલના પરિવારજનોએ એસપી કચેરીનો ઘેરાવો કરતાં મામલો ગરમાઇ ગયો હતો. વકીલ વિરૂદ્ધ ફરજમાં અડચણરૂપ થવાનો ગૂનો નોંધાયો છે. જ્યારે પીઆઇ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરાયો છે.

  આ સમગ્ર મામલે જાણવા મળતી વિગત મુજબ પાલનપુર પશ્વિમ પોલીસ મથકમાં સોમવારે રાત્રે યુવક-યુવતીને રક્ષણ આપવાના મુદ્દે પીઆઇએ વકીલને માર મારી લોકઅપમાં બેસાડી દેતાં મામલો ગરમાયો હતો. જેથી આજે વકીલો મોટી સંખ્યામાં એકત્ર થઇ જિલ્લા પોલીસવડાની કચેરીનો ઘેરાવો કરી જવાબદાર પીઆઇને સસ્પેન્ડ કરવાની માંગ સાથે હોબાળો કરી લેખિત રજૂઆત કરી હતી. જેથી ડીએસપીએ આ બાબતે પીઆઇ સામે કાર્યવાહી કરવાની ખાત્રી આપતાં આખરે મામલો થાળે પડ્યો હતો.

(9:51 pm IST)