Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

અમદાવાદ સીટીએમ બરોડા એક્સપ્રેસ હાઇવે પાસેથી કુટણખાનું ઝડપાયું :પાંચ રૂપલલનાની અટકાયત :

એનએસયુઆઇએ દેખાવો કરતા પોલીસની ત્વરિત કાર્યવાહી :જાહેરમાં અભદ્ર ઇશારાથી સ્થાનિકો હતા પરેશાન

અમદાવાદના સીટીએમ બરોડા એક્સપ્રેસ હાઇવે પાસે ચાલતા કુટણખાનાને લઇને NSUIએ હોબાળો મચાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને પાંચ રૂપલલનાની અટકાયત કરી છે એનએસયુઆઇ કાર્યકરોએ રામોલ પોલીસ સામે જ દેખાવો કરી સુત્રોચ્ચાર કર્યા હતા. દેખાવને કારણે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પાંચ જેટલી રૂપલલનાની અટકાયત કરી મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા હતા

    આ અંગે છેલ્લા ઘણા સમયથી નારોલથી નરોડા વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા કુટણખાનાને લઇને સમાન્ય લોકો મુશ્કેલી અનુભવી રહી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે જાહેરમાં રૂપલલના અભદ્ર ઇશારા અને ઘણીવાર શાબ્દિક ઇશારાઓ કરે છે. સીટીએમ બરોડા એક્સપ્રેસ હાઇવે પર બસની રાહ જોતા વિદ્યાર્થીઓ, ડેઇલી અપડાઉન કરતાં પુરુષોને પણ ઇશારા કરે છે. જેના કારણે સ્થાનિકો પરેશાન થઇ ગયાની ફરિયાદ ઉઠવા પામી હતી. 

   સ્થાનિકોનો આક્ષેપ છે કે જાહેરમાં થતા ગંદા ઇશારાને કારણે તેઓ શોભનીય સ્થિતિમાં મૂકાઇ જાય છે. આ અંગે નારોલ પોલીસમાં અનેક વખત ફરિયાદો કરી છે. પરંતુ આજ સુધી પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી. 

   સ્થાનિકો અને વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે NSUIના કાર્યકર્તાઓએ રામોલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. એટલું જ નહીં પોલીસ સ્ટેશનમાં નારા લગાવ્યા હતા. NSUIએ પોલીસ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા બાદ આવેદન પાઠવ્યું હતું જેમાં 24 કલાકમાં જ આ લલનાઓની ધરપકડ કરવા જણાવ્યું હતું. 

   NSUIના હોબાળા અને 24 કલાકના અસ્ટીમેટમ બાદ પોલીસ પણ એક્શનમાં આવી હતી. પોલીસે ત્વરીત પગલાના ભાગ રૂપે નારોલથી નરોડા વચ્ચે રસ્તા પર ઉભી રહેતી રૂપલલનાઓની ધરપકડ કરી હતી. પોલીસ કાર્યવાહી બાદ સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.

(11:46 pm IST)