Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

કડોદરામાં બેન્કના એટીએમ મશીનને તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરનારા આરોપીને ઝડપી લેવાયા

સુરત :કડોદરા ખાતે આવેલ સીંડીકેન્ટ બેન્ક ના એટીએમ મશીનને તોડી અને ચોરી કરવાનો પ્રયાસ કરનાર આરોપીઓને કડોદરા જીઆઇડીસી પોલીસે ઝડપી પાડ્યા છે ગત તા,૩ના રોજ રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં સુરત જિલ્લાના કડોદરા ગામમાં આવેલ ઠાકોરજી કોમ્પ્લેક્ષ માં આવેલ સીંડીકેન્ટ બેન્કનું એટીએમ તોડી અને ચોરી કરવાનો પ્રયાસ ત્રણ શખ્શો દ્વારા કરવામાં આવ્યો  હતો પરંતુ કઈ હાથ વગુ ના થતા તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા

  આ સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થયો હતો જ્યારે બ્રાન્ચ મેનેજરે સવારે આવીને જોયું તો એટીએમમાં તોડફોડ થયેલ હોવાથી તેઓએ કડોદરા જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી  પોલીસે ફરિયાદ નોંધી અને ફરિયાદના આધારે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી જોકે ચોરીનો પ્રયાસ કરનાર સીસીટીવી માં કેદ થયેલ હોવાથી પોલીસે તેઓને શોધી કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા

  દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સીંડીકેન્ટ બેન્કમાં ચોરીને અંજામ આપનાર ઈસમો નીલમ હોટલ કોઈ અન્ય ગુનાને અંજામ આપવા ભેગા થવાના છે જે આધારે પોલીસે વોચ ગોઠવી તેઓને દબોચી લીધા હતા અને તેઓને પોલીસ મથકે લાવી પોલીસ ઇન્સ્પેકટર તેમજ પોલીસ સ્ટાફ દ્વારા પૂછપરછ કરતા તેઓએ સદર ગુનાની કબૂલાત કરી હતી જેને લઈને પોલીસ ને સફળતા મળી હતી

(8:38 pm IST)