Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

સુરતના સચિન હોજીવાલા ઈન્ડસ્‍ટ્રીઝમાં ૩ વર્ષની બાળા ઉપર નરાધમે દુષ્‍કર્મ આચર્યુઃ લોકોના ટોળાઅે પકડીને મેજીપાક ચખાડ્યો

સુરતઃ સુરતના સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝમાં દુષ્કર્મની ઘટના બની છે. કારખાનામાં કામ કરતા સાથી મિત્ર ત્રણ વર્ષની માસૂમ બાળકીને અંધારામાં લઇ ગયો હતો. ત્યારબાદ તેણે અંધારાની આડમાં માસૂમને હવસનો શિકાર બનાવી હતી. બાળકીની બુમા બુમ સાંભળીને પિતા ત્યાં આવી પહોંચ્યા હતા. અને પિતાએ નરાધમના ચંગુલમાંથી બાળકીને છોડાવી હતી. આ સાથે લોકો પણ અહીં એકઠા થતાં લોકોના ટોળાએ નરાધમને મેથીપાક ચખાડ્યો હતો.

સુત્રોના જણાવ્યા પ્રમાણે કારખાનના માલિકે પોલીસને સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે મંગલ સિંગને પકડીને પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી. જ્યારે બાળકીને તબીબી નિરીક્ષણ માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. પોલીસે નરાધમ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

ઉલ્લેખનીય છે કે, આવી શરમજનક ઘટનાઓ બનતા ગુજરાતમાં મહિલાઓ તો ઠીક નાની બાળકીઓ પણ સુરક્ષી નથી. બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ ગુજરાતમાં છાસવારે બને છે.

(6:33 pm IST)