Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

મૂળ મહેસાણાના વતની અને સુરતમાં રહેતા પટેલ દંપત્તિઅે વડોદ ગામના ઝાડી જંગલમાં જઇને ઝેરી દવા પી લીધીઃ બંને ગંભીર

સુરતઃ સુરતના પાંડેસરાના વદોડગામમાં દશરથભાઇ પટેલ અને પત્ની વિમળાબહેન સહિત પરિવાર સાથે રહે છે. તેઓ લુમ્સનું કારખાનું ધરાવે છે. દશરથભાઇ અને પત્ની વિમળા બહેન વદોડગામના જાડી જંગલમાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. બંનેની હાલત ગંભીર હોવાના કારણે તેમને 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં તબીબો તેમની સારવાર કરી રહ્યા છે. જોકે, બંનેની હાલત ગંભીર હોવાનું તબીબો જણાવી રહ્યા છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે દશરથભાઇ પટેલ મૂળ મહેસાણા વતની છે. તેઓ વર્ષોથી સુરતમાં પરિવાર સાથે રહે છે. દશરથભાઇનું આવકનું સાધન લમ્સનું કારખાનું છે. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે પણ આગળની કાર્યવાહી હાથધરી છે.

(6:31 pm IST)