Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

દેડીયાપાડાના દુથર ગામમાં દોઢ વર્ષની દિકરીને મારતી પુત્રવધુને સાસુએ ઠપકો આપતા ઝેરી દવા પી લેતા મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના દુથર ગામમાં દોઢ વર્ષની દિકરીને મારનાર પુત્રવધુને તેની સાસુએ ઠપકો આપતા મનમાં લાગી આવતા તેણી એ ઝેરી દવા પી લેતા સારવાર માટે લઈ જતા રસ્તા માજ મોત થયું હતું.

  પ્રાપ્ત માહિતી અનુસાર દેડીયાપાડા તાલુકા ના દુથર ગામમાં રહેતી મારનાર શનીબેન તે મણીલાલભાઈ વસાવા (ઉ.વ.રર)એ ગતરોજ સવારના તેની દોઢ વર્ષની દિકરીને મારતી હોય જેથી તેની સાસુ નવીબહેને દીકરીને મારવાની ના પાડી મારવા બાબતે ઠપકો આપતા શનીબેન ને મનમાં લાગી આવતા તેણે કોઈ ઝેરી દવા પી લેતા સારવાર માટે તેના પતિ મણીલાલ અને તેના સાસુ સસરા દેડીયાપાડા સરકારી દવાખાના ખાતે લાવતા હતા તે દરમ્યાન ફુલસર ગામ પાસે આવતા રસ્તા મા૧૦૮ એબ્યુલન્સમાં જ તેનું મોત નીપજ્યું હતું.દેડીયાપાડા પોલીસે અ. મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

(11:09 pm IST)