Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

નર્મદા જિલ્લામાં કોરોના કહેર યથાવત : આજે કોરોનાના ૬ કેસ નોંધાયા : ૫ દર્દી રાજપીપળાના આવતા ફફડાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લો પણ બાકાત નથી નર્મદા જિલ્લામાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે અનલોકની શરૂઆતમાં નર્મદામાં કેવડિયાના એસ.આર પી કેમ્પ કોરોનામાં સપડાયો હતો ત્યારબાદ છુટા છવાયા જિલ્લામાં કોરોનાના કેસો નોંધાઇ રહ્યા છે આજે વધુ ૬ કેસ નર્મદા જિલ્લા માં કોરોના પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે

ગતરોજ ચકાસણી માટે મોકલેલ ૭૫ સેમ્પલ માંથી ૬ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જેમાં એક દર્દી સિસોદ્રા ગામના છે તેમજ ૫ દર્દી નો રાજપીપળા માં સમાવેશ થાય છે એક સાથે રાજપીપળા માં પાંચ કેસો મળી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
◆ આજે પોઝિટિવ આવેલ દર્દીઓ ની યાદી
૧. ધ્રુવ કુમાર મનહરભાઈ માલી ઉ. ૩૬ પુરુષ મોટા માલીવાડ, રાજપીપળા
૨. અંકિતભાઈ રાકેશભાઈ દેસાઈ ઉ. ૩૧ પુરુષ મુકેશ સ્ટોર ભાટવાડા, રાજપીપળા
૩. મોહીન મહેબૂબ ભાઈ શેખ ઉ. ૩૦ પુરુષ ખાટકી વાડ, નવફડીયા, રાજપીપળા
૪. દિલબર બાનું મોઇનઉદ્દીન પઠાણ ઉ. ૫૨ મહિલા લાલટાવર, સિંધીવાડ, રાજપીપળા
૫. અનસોયાબેન અનિલભાઈ સોલંકી ઉ. ૪૮ મહિલા આરબ ટેકરા, રાજપીપળા
૬. રમેશભાઈ ગોરધનભાઇ પટેલ ઉ. ૬૦ પુરુષ મંદિર ફળિયું સિસોદ્રા
સાથે જ નર્મદા જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં હાલ કોરોનાના ૨૫ દર્દી માંથી બે દર્દી સુરત અને ત્રણ દર્દી વડોદરા રીફર કરતા ૨૦ દર્દીઓ સારવાર હેઠળ છે નર્મદા જિલ્લામાં આજદિન સુધી ૯૬ દર્દીઓ સજા થતા રજા અપાઈ છે નર્મદા જિલ્લામાં આજદિન સુધી કુલ ૧૨૦ કોરોના દર્દી નોંધાયા છે કોરોનાના કારણે એકપણ મૃત્યુ નોંધાયું નથી આજે વધુ ૬૨ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.

(11:08 pm IST)