Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

સેલંબા નવાપાડા રોડ ઉપર નાકાબંધી દરમ્યાન સાગબારા પોલીસે વિદેશી દારુ અને મુદ્દામાલ સાથે એકને દબોચી લીધો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા પોલીસ હાલ દારૂ-જુગારની બદી દૂર કરવા સતત પ્રયત્નશીલ છે ત્યારે પોલીસ વડા હિમકર સિંહની કડક સૂચના તેમજ નાયબ પોલીસ વડા રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ ગતરોજ સાગબારા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જી.કે.વસાવાએ બાતમીના આધારે સાગબારા પોલીસ ટીમ સાથે સેલંબા નવાપાડા રોડ ઉપર નાકાબંધી દરમ્યાન અર્જુન અંબાલાલ વસાવા (રહે. ચંદ્રવાણ ભગત ફળીયુ તા.નેત્રંગ જી.ભરૂચ )ને પોતાના કબ્બામાંની મારૂતી ફન્ટી નંબર GJ-15K-9399 ના દરવાજાના ફાડીયામાં ગે.કા.વગર પાસ પરમીટે ભરેલ ભારતીય બનાવટની વિદેશી દારૂના કવાટરીયા નંગ-૧૭૭ કિ.રૂ.૧૭,૭૦૦ ના પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પાડી તેની પાસેથી મોબાઈલ ફોન-૧ કિ.રૂ. પ૦૦૦ તથા મારૂતી ફન્ટી-૦૧ કિ.રૂ.૫૦,૦૦૦-મળી કુલ કિ.રૂ.૭૨,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી અર્જુન વસાવા સામે કાયદેસર કાર્યવાહી કરી છે

(11:06 pm IST)