Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

નર્મદા DRDA ના ચિટનીસ કોરોનાની ઝપેટમાં :જિલ્લા પંચાયત ભવન નો DRDA વિભાગ બંધ કરાયો

રાજદીપ રાણા ડભોઇથી રાજપીપળા કરતા હતા અપડાઉન ;જિલ્લા ગ્રામવિકાસ એજન્સી ના અધિકારી સહિત 25 કર્મચારીઓ હોમ કોરાંટાઇન કરાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે રોજ નવા નવા પોઝીટીવ કેસો વધતા આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્ર દોડતું થયું છે ત્યારે નર્મદા જિલ્લા પંચાયત ભવન નો DRDA વિભાગના ચિટનીસ પણ કોરોનાની ઝપેટમાં આવતા આ વિભાગ બંધ કરાયો હોવાનું જાણવા મળ્યું છે.

  જાણવા મળ્યા મુજબ નર્મદા DRDA વિભાગ માં ચિટનીસ તરીકે ફરજ બજવતા રાજદીપ રાણા કે જે ડભોઇ થી રાજપીપળા અપડાઉન કરતા હતા તેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લા પંચાયત ભવન ની કચેરીઓ માં કામ કરતા કર્મચારીઓ માં ફફડાટ ફેલાયો હતો.રાજદીપ રાણા શુક્રવારે ડભોઇ ખાતે કોરોના પોઝિટિવ આવ્યો હતા

  ,જાણવા મળ્યા મુજબ DRDA વિભાગની સાથે સાથે અન્ય વિભાગના કર્મચારીઓ પણ ચિંતાતુર બન્યા છે.હાલ જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના અધિકારી સહિત 25 કર્મચારીઓને હોમ કોરાંટાઇન કરાયા હોવાનું જાણવા મળ્યું હતું.આમ એક બાદ એક નર્મદા જિલ્લામાં કોરોનાનો કહેર વધતો જોવા મળી રહયી છે ત્યારે તંત્રની સૂચના મુજબ લોકોએ પણ માસ્ક,સોસીયલ ડિસ્ટન્સ સહિતના કાયદાનું પાલન કરી જિલ્લા માં કોરોના સંક્રમણ ન વધે એ માટે સહકાર આપવો જરૂરી છે.હાલ DRDA ની કચેરી બંધ કરાતા કામગીરી ઠપ્પ થઈ ગઈ છે સાથે સાથે નરેગા સહિત ના કામો પણ અટવાઇ પડ્યા હતા

(11:11 pm IST)