Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

પાન-મસાલાના વેપારીમાં AMCના પગલાંથી ફફડાટ

દંડના ડરથી મોટાભાગના ગલ્લાઓ બંધ : છેલ્લા બે દિવસમાં એએમસીએ પાનના ગલ્લાઓ ઉપર સપાટો બોલાવતા ૫૦૦થી વધુ ગલ્લાઓ સીલ કરી દીધા

અમદાવાદ, તા. ૧૫ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાન પાર્લરની આસપાસ થૂંકતા વ્યક્તિ પાસેથી :.૫૦૦ તેમજ પાનના ગલ્લાવાળા પાસેથી :ા.૧૦૦૦૦નો દંડ વસૂલવાની જાહેરાત કર્યા બાદ વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. :.૧૦૦૦૦ના મસમોટા દંડની રકમ ભરવી પડશે તેવા ડરથી મોટાભાગના દુકાનદારોએ પાનના ગલ્લાઓ અને દુકાનો બંધ રાખી હોવાનું મીડિયા રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે. બીજી તરફ છસ્ઝ્રની કાર્યવાહીથી વેપારીઓમાં રોષ પણ જોવા મળી રહ્યા છે. વેપારીઓ ગાઈડલાઈનનું પાલન કરતા હોવા છતાંય કોર્પોરેશન દાદાગીરી કરી રહ્યું હોવાાના આક્ષેપ પણ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ મંગળવારે છસ્ઝ્રના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી જાહેરમાં માસ્ક ન પહેરવા અને થૂંકવા બદલ દંડની વસૂલાત કરી હતી. છસ્ઝ્રએ માસ્ક ન પહેરવા બદલ ૧.૬૧ લાખ અને પાનના ગલ્લાવાળા પાસેથી ૮૪,૯૦૦ :પિયાનો દંડ વસૂલ કર્યો છે.

 દંડ ભરવો પડશે તેવાં ડરથી આજે વહેલી સવારથી શહેરના કેટલાક વિસ્તારોમાં પાનના ગલ્લા અને દુકાનો બંધ જોવા મળી રહી છે. અમુક દુકાનદારોના કહેવા પ્રમાણે દુકાનમાં તમામ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે. જે ગ્રાહકો વસ્તુઓ લેવા માટે આવે છે તેમને પણ માસ્ક પહેરવાનું કહેવામાં આવે છે. છતાં તેમની દુકાન સીલ કરીને ૫થી ૧૦ હજારનો દંડ માંગવામાં આવી રહ્યો છે. પરંતુ પોતે દુકાનનું ભાડું ભરતા હોવાથી આટલા મોટા દંડની રકમ ક્યાંથી લાવવી ? કોરોના લોકડાઉનમાં મોટાભાગના વેપારીઓને આર્થિક નુકસાન થયું છે. આટલા સમય પછી દુકાનો ખુલી છે, ત્યારે હવે કોર્પોરેશન આ રીતે કાર્યવાહી કરશે તો અમારું ઘર કેવી રીતે ચાલશે ? બીજી તરફ અમુક વેપારીઓ કોર્પોરેશન નોટિસ આપ્યા વગર કાર્યવાહી કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરી રહ્યા છે. તેમનું એવું પણ કહેવું છે કે લોકડાઉનમાં ધંધો બંધ હતા, ત્યારે હવે ખુલી ગયા બાદ તંત્ર હેરાન કરી રહ્યું છે. આમ ૧૦૦૦૦ દંડ ભરવો પડશે તેવા ડરથી વેપારીઓ દુકાન બંધ રાખવા મજબૂર બન્યા છે.

(7:51 pm IST)