Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

મેરિટના આધારે ભરતીની ક્વોટા ઉમેદવારોની માગણી

ગૌણ કોર્ટમાં ભરતી અંગે પિટિશન : જનરલ કેટેગરીની ખાલી પડેલી બેઠકો પર દાવો કરાયો

અમદાવાદ, તા. ૧૫ : ગૌણ અદાલતોમાં આસિસ્ટન્ટ ક્લાર્કના પદ માટેની ભરતી અંગે ક્વોટા ઉમેદવારોએ હાઈકોર્ટમાં પિટિશન ફાઈલ કરી હતી. અને જનરલ કેટેગરીની ખાલી પડેલી બેઠકો પર દાવો કરતાં કહ્યું હતું કે, તેમનું મેરીટ જનરલ કેટેગરીના ઉમેદવારો કરતાં વધારે છે અને તેથી આ ખાલી પડેલી બેઠકો તેમને જ ફાળવી દેવો જોઈએ. અનુસૂચિત જાતિ (એસસી) તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (એસઈબીસી) ના ૧૨૨ જેટલા ઉમેદવારોએ ગુજરાત હોઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, જેમાં જનરલ કેટેગરીની ખાલી પડેલી ૧૨૧ બેઠકો પર તેમની નિમણૂક પર વિચારણા કરવા અને અનુસૂચિત જનજાતિ (એસટી)માં પણ સમાન સંખ્યા કરવાની માગ કરી હતી. આપને જણાવી દઈએ કે હાઈકોર્ટ ભરતી એજન્સી છે. હાઈકોર્ટે તેની રજિસ્ટ્રીને નોટિસ ફટકારી છે અને અરજદારોને જણાવ્યું છે કે, તેઓ ભવિષ્યમાં તમામ ક્વોટાનો લાભ આપવા તૈયાર છે કે નહીં.

           જે ઉમેદવારોએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે, તેમણે અગાઉ વયમર્યાદા છૂટછાટ જેવા ક્વોટાનો લાભ મેળવ્યો હતો. તેથી કાયદા પ્રમાણે તેમને જનરલ કેટેગરીમાં ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. જો કે, લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂ પછી, અનામત કેટેગરીના કટ-ઓફ માર્ક્સ ૬૧ હતા જ્યારે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ૫૨ માર્ક્સ હતા. જનરલ કેટેગરીના ઉમેદવારો પૂરતા ન હોવાથી ૧૨૧ બેઠકો ખાલી રહી હતી. જીઝ્ર કેટેગરીમાં માત્ર ૫ જ જગ્યાઓ ભરી શકાઈ હતી. અરજદારો જીઝ્ર અને જીઈમ્ઝ્ર કેટેગરીના ઉમેદવારો હતા જેમણે ૫૨થી ૬૧ માર્ક્સ મેળવ્યા હતા.

                પરંતુ પોતાની કેટેગરીમાં સ્થાન સુરક્ષિત કરી શક્યા નથી. અરજદારોના વકીલ પ્રકાશ જાનીએ દલીલોના આધારે જણાવ્યું હતું કે, અહીંયાના ક્વોટા ઉમેદવારો જનરલ કેટેગરીના ઉમેદવારો કરતાં વધુ હોશિયાર છે. અન્ય કેટેગરીમાં બેઠકો ખાલી રહી છે અને ક્વોટા સિસ્ટમ હેઠળ છૂટછાટ આ ઉમેદવારો દ્વારા ફક્ત પ્રારંભિક તબક્કામાં જ મેળવવામાં આવી હતી, જે ખરેખર મેરીટ લિસ્ટની તૈયારીમાં મહત્ત?વની હોય તે પરીક્ષાઓમાં જ નહીં. જસ્ટીસ એ.વાય. કોગજેએ હાઈકોર્ટના ભરતી રજિસ્ટ્રારને નોટિસ ફટકારી છે અને ૧૧ ઓગસ્ટ સુધીમાં જવાબ માગ્યો છે. જીઝ્ર અને જીઈમ્ઝ્ર કેટેગરીના ઉમેદવારોએ ઓપન અને જી્ કેટેગરીમાં નિમણૂકની માગ કરતાં કોર્ટે તેને 'વિચિત્ર પરિસ્થિતિ' ગણાવી હતી.

(7:48 pm IST)