Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

વડોદરામાં કોરોનાના નવા 77 કેસ નોંધાયા : કુલ સંક્રમિતોની સંખ્યા 3296 પર પહોંચી

ગ્રામ્ય વિસ્તારમાં વધતું સંક્રમણ : ડભોઇમાં વધુ ચાર અને પાદરામાં છ નવા કેસ

વડોદરાઃ વડોદરા શહેરમાં કોરોના વાયરસના વધુ 77 કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3296 પહોંચી ગઈ છે. આજે કોર્પોરેશન દ્વારા 559 સેમ્પલ ટેસ્ટ કરવા માટે લીધા હતા. જેમાંથી 77નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો આજે સારવાર બાદ 59 દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી કોરોનાથી 2433 દર્દીઓ સાજા થયા છે. વડોદરા જિલ્લામાં કોરોના સંક્રમણથી અત્યાર સુધી 60 લોકોના મૃત્યુ થયા છે.

વડોદરા શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે ડભોઈમાં વધુ ચાર કેસ સામે આવ્યા છે. આમ ડભોઈમાં છેલ્લા બે દિવસમાં 15 કેસ સામે આવ્યા છે. આમ ડભોઈમાં સંક્રમિતોની સંખ્યા 66 પર પહોંચી ગઈ છે. પાદરામાં આજે નવા 6 કેસ સામે આવ્યા છે. પાદરામાં કોરોનાનો આંકડો કુલ 227 પર પહોંચી ગયો છે. પાદરામાં વધી રહેલા કેસને લઈને તંત્રએ પણ ધામા નાખ્યા છે. પાદરા શહેરમાં 7 PHC ડોક્ટરોની ટીમ કાર્યરત છે.

(8:29 pm IST)