Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

રાધનપુર તાલુકાના અગીચાણા ગામે તીનપતિનો જુગાર રમતા 16 જુગારીઓને પોલીસે ઝડપી 53 હજારની રોકડ જપ્ત કરી

રાધનપુર:તાલુકાના અગીચાણા ગામે ઘરની બાજુમાં બનાવેલ ઢાળીયામાં બે કુંડાળા કરી તીનપત્તીનો જુગાર રમાતો હોવાથી બાતમી પોલીસને મળતા પોલીસે મોડી રાત્રે બાતમી આધારીત જગ્યાએ રેડ કરતા ૧૬ જુગારીયા રૃપિયા ૫૩ હજાર ઉપરાતની રોકડ સાથે ઝડપાયા હતા.

રાધનપુર તાલુકાના અગીચાણા ખાતે રહેતા ઠાકોર જેસંગભાઇ લાલાભાઇના મકાનની બાજુમાં આવેલ ખુલ્લા ઢાળીયામાં કરમણભાઇ લગધીરભાઇ આયર રહે.લીમગામડા તા.સાંતપુરવાળો બહારથી કેટલાક ઇસમોને બોલાવી પોતાના અંગત ફાયદા સારૃ તીનપત્તીનો હારજીતનો જુગાર રમાડતો હોવાની બાતમી રાત્રી પેટ્રોંલીંગ કરતી રાધનપુર પોલીસને મળતા પોલીસે બાતમી આધારીત અગીચાણા ગામે રેડ કરી હતી. જેમાં ખુલ્લા ઢાળીયામાં લાઇટના અજવાળા નીચે બે કુંડાળુ કરીને કેટલાક ઇસમો જુગાર રમતા પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે તપાસ કરતા એક કુંડાળામાં આઠ લોકો તીનપત્તીનો જુગાર રમતા હતા. આમ કુલ ૧૬ જુગારીઓ રોકડ ૫૩૬૫૦ અને ૧૪ મોબાઇલ સહિત રૃપિયા ૭૬૧૫૦ મુદ્દામાલ સાથે ઝડપાઇ જવા પામ્યા હતા. તમામ જુગારીને પકડી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથધરી હતી. 

(5:24 pm IST)