Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

મોડાસામાં મામલતદાર કચેરી બહાર 10 દિવસથી ટાંકી ઓવરફ્લો થતા પાણીનો જથ્થો વેડફાયો

મોડાસા:મામલતદાર કચેરી બહાર છેલ્લા ૧૦ દિવસથી ટાંકીમાંથી પાણી ઓવરફલો થતાં પાણીના વેડફાટથી રેલો પાર્કિગ સુધી પહોંચ્યો હતો. કોરોના મહામારી વચ્ચે પાણીના ભરાવાથી રોગચાળાની દહેશત ઉભી થઈ છે. મોડાસા ખાતે આવેલા મામલતદાર કચેરી બહાર પાણીની રેલમછેલ થઈ રહી છે.કોઈ કારણોસર ટાંકીમાંથી પાણી ઓવરફલો થતાં પાણીનો રેલો છેક પાર્કિગ સુધી પહોંચી ગયો છે.અહિયા થી અધિકારીઓ રોજ અવર જવર કરે છે પણ આ પાણીના વેડફાટની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

છેલ્લા ૧૦ દિવસ થી ટાંકી માંથી પાણી ઓવરફલો થઈ રહયું છે.હાલ કોરોનાના વાયરસને લઈ લોકો સ્વચ્છતા જાળવાતા હોય છે.ત્યારે મામલતદાર કચેરી બહાર પાણીનો વેડફાટ થતાં મચ્છરોનો ઉપદ્રવ વધે તેમ છે.અને કચેરીમાં આવતા અરજદારને આ પાણીના વેડફાટમાં થઈને પસાર થવું પડે છે. તો સત્વરે તંત્ર દ્વારા ટાંકીની મરામત કરાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી.

(5:24 pm IST)