Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

મોડાસા:સ્ટેટ મોનીટરીંગ સેલે મોડાસામાં દરોડા પાડી ત્રણ સ્થળોએથી વરલી મટકાનો જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યા

મોડાસા: શહેરમાં સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમને ખાનગી બાતમી મળેલ કે મોડાસા શહેરમાં ત્રણ સ્થળોએ ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો આંક ફરક નો જુગાર રમાઈ રહયો છે.જેથી ગઈ કાલે સોમવારે સ્ટેટ મોનીટરીંગ સેલે શહેરમાં વરલી મટકાના ૩ સ્ટેન્ડ ઉપર દરોડા પાડયા હતા.ઓંચિતી રેડ કરતા વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમાડતા જુગારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

આ રેડ દરમ્યાન ત્રણ અલગ અલગ સ્થળે થી છ જુગારીયાઓની ધરપકડ કરવામાં આવી હતી.જયારે મુખ્ય આરોપી ભાગી છુટયો હતો.આમ સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરે મોડાસામાં ઓંચિતા જુગારધામ ઉપર છાપો મારતા સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી. મોડાસા શહેરમાં આવેલ વણઝારી વાવ પાસે,ધોબીઢાળ ચોકડી નજીક તથા અપ્સરા સિનેમાની પાસે ખુલ્લી જગ્યામાં આમ ત્રણ અલગ અલગ જગ્યાએ સમસુદ્દીન મલેક નામનો ઈસમ પોતાના મળતીયા માણસો ને બેસાડી બહારથી માણસો બોલાવી વરલી મટકા આંક ફરક નો જુગાર રમી રમાડે છે.જે બાતમી હકીકત આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમ તથા એસ.આર.પી. પોલીસ સ્ટાફના માણસો સાથે સરકારી તથા ખાનગી વાહનમાં પંચો રૂબરૂ રાખી અલગ અલગ ત્રણ ટીમનું આયોજન કરી મોડાસા શહેરમાં ચાલતા ૩ જુગાર સ્ટેન્ડ ઉપર ઓંચિતો છાપો માર્યો હતો.

(5:23 pm IST)