Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ગાંધીનગર જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા પોલીસતંત્ર દોડતું થયું:વાહન ચેકીંગ દરમ્યાન એસટી બસમાંથી 14 બોટલ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

ગાંધીનગર:જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે ચંદ્રાલા પાસે વાહન ચેકીંગ દરમ્યાન સરકારી એસટી બસમાંથી એક દ્રષ્ટિહીન મુસાફરને ચિલોડા પોલીસે વિદેશી દારૂની ૧૪ બોટલ સાથે ઝડપી પાડયો હતો. જેની સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.    

પોલીસ વાહન ચેકીંગ દરમ્યાન બસ ઉભી રાખીને થેલો ચકાસતાં વિદેશી દારૂની ૧૪ બોટલ મળી આવી

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામા આવતો હોય છે ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પણ આ દારૂની હેરાફેરી અટકાવવા દોડધામ કરવામાં આવી રહી છે. ખાસ કરીને પોલીસ હિંમતનગર-ચિલોડા હાઈવે ઉપર દારૂની હેરાફેરી અટકાવવા વાહન ચેકીંગ કરતી હોય છે ત્યારે ગઈકાલે પોલીસની ટીમ વાહનચેકીંગ કરી રહી હતી તે દરમ્યાન હિંમતનગર તરફથી આવતી એક એસટી બસને ઉભી રાખી હતી. જેમાં એક થેલામાંથી પોલીસને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૪ બોટલ મળી આવી હતી. આ થેલો બસમાં મુસાફરી કરી રહેલા દ્રષ્ટીહીન મુસાફર કુમાર સુરજ મેવાલાલ સોની રહે.રૂમ નં.૧૧૪, બ્લોક નં.૪, કેકે શાસ્ત્રીનગર, રાયપુર અમદાવાદનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ દિવ્યાંગ મુસાફરની અટકાયત કરી હતી અને તે વિદેશી દારૂ કયાંથી લાવ્યો હતો અને કયા લઈ જવાનો હતો તે જાણવા માટે તપાસ શરૂ કરી હતી. 

(5:22 pm IST)