Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

વડોદરામાં કેન્સરની બીમારીથી કંટાળી 45 વર્ષીય શખ્સે ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું

વડોદરા: શહેરમાં કેન્સરની બીમારીથી કંટાળીને ૪૫ વર્ષના વ્યક્તિએ રાત્રે ઝેરી દવા પી લીધી હતી સવારે મામાને ઉઠાડવા માટે ભાણેજ અગાસી પર ગયો ત્યારે મામાના મોઢામાંથી ફીણ નકળતું હોય તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયો હતો. પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત નિપજ્યું છે. 

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ નવાપુરા માળી મહોલ્લામાં રહેતા ૪૫ વર્ષના પ્રવિણ બાબુરાવ કાળે છૂટક ડ્રાઇવિંગ કરતા હતાં. તેમના લગ્ન થયા હતા પરંતુ ૧૫ વર્ષ પૂર્વે છૂટાછેડા થઇ ગયા પછી પ્રવિણ કાળે વૃધ્ધ માતા સાથે એકલા જ રહેતા હતા. છેલ્લા છ મહિનાથી તેમને ગળાનું કેન્સર થયું હતું. જેની સારવાર ચાલી રહી હતી.  છેલ્લા ૧૦ દિવસથી પ્રવિણભાઇ ખોરાક પણ લેતા નહતાં. બીમાર મામા અને વૃધ્ધ નાનીની દેખભાળ રાખવા માટે ભાણેજ છેલ્લા કેટલાક સમયથી અહીયા આવીને જ રહેતો હતો.

(5:20 pm IST)