Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

વડોદરા મનપાદ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ખાણીપીણીની દુકાનો પર દરોડા:77 કિલોનો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો

વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરોની 4 ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીની લારીઓ અને દુકાનો, રેસ્ટોરન્ટ, મીઠાઇ, ફરસાણની દુકાનો મળી 98 સ્થળે ચેકિંગ કર્યું હતું. જેમાં 77 કિલો ખાઈ ન શકાય તેવા ફૂડના જથ્થાનો નાશ કર્યો હતો.

આરસી દત્ત રોડ, ઉમા ક્રોસિંગ, વાઘોડિયા રોડ, સુસેન, તરસાલી, કમાટી બાગ, વગેરે.. સ્થળે 4 ટીમ દ્વારા ચેકિંગ કર્યું હતું. જેમાં 5 ધંધાર્થીઓએ કોવિડ ૧૯ની ગાઈડલાઈન મુજબ પાલન નહીં કરતા 5 દુકાનો બંધ કરાવી હતી. 

(5:19 pm IST)