Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

અમદાવાદમાં માનસિક દિવ્યાંગ ફ્રીલાન્સ જર્નાલિસ્ટને હોટલમાં લઇ જઇને ડોક્ટરે દુષ્કર્મ આચરતા ખળભળાટઃ વસ્ત્રાલની ગુજરાત હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન કનુ પટેલની અટકાયત-પૂછપરછ

અમદાવાદઃ માનસિક અસ્થિર ફ્રીલાન્સ જર્નાલિસ્ટને ડૉકટરે હોટલમાં લઈ જઈ રેપ કર્યાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં મંગળવારે નોંધાઇ છે. સારવાર માટે આવેલી મહિલાને ડૉકટરે સારા ડૉકટર પાસે લઈ જવાનું કહી હોટલમાં લઈ ગયો હતો. 27 દિવસ અગાઉ બનેલા આ બનાવ અંગે વસ્ત્રાલની ગુજરાત હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન કનુભાઈ પટેલની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

ફ્રીલાન્સ જર્નાલિસ્ટ તરીકે કામ કરતી 42 વર્ષીય મહિલા સ્નેહા (નામ બદલ્યું છે)માનસીક બિમારીની સારવાર માટે ગુજરાત હોસ્પિટલ વસ્ત્રાલ ખાતે ગઈ હતી. સ્નેહાને હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડૉ,કનુભાઈ જોઈતારામ પટેલ (ઉં,49) મળ્યા હતાં. 18મી જૂનના રોજ કનુભાઈએ સ્નેહાને કહ્યું હતું કે, હું તમને સારા ડૉકટર પાસે લઈ જાવ છું. તેમ કહી વસ્ત્રાલની હોટલમાં લઈ ગયો હતો. હોટલમાં સારવાર કરનાર બીજા ડૉકટર તો ના આવ્યા પણ ડૉકટર કનુ પટેલએ સ્નેહા પર રેપ કરી પોતાની હવસ સતોષી હતી.

ઘટનાથી હેબતાઈ ગયેલી સ્નેહા શરૂઆતમાં આ મુદ્દે કઈ બોલી શકી નહોતી. જોકે બાદમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ કરવાનો નિર્ણય તેણે લીધો હતો. મહિલા પોલીસે આ અંગે વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલા વૃંદાવન પામમાં રહેતાં ડૉ, કનુ પટેલ વિરૂધ્ધ સ્નેહાની ફરિયાદને પગલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મહિલા ક્રાઈમબ્રાન્ચ એસીપી મીની જોસેફએ આ અંગે જણાવ્યું હતું કે, આરોપી ડો,કનુ પટેલની અટકાયત કરી પૂછપરછ ચાલી રહી છે. તેઓનો કોવિડ 19 રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરવામાં આવશે.

(5:05 pm IST)