Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૧ તાલુકામાં વરસાદઃ સૌથી વધુ દક્ષિણ ગુજરાતના નવસારીના જલાલપોરમાં ૪.૫ ઇંચઃ સુરતમાં ૪, નવસારી-ચૌર્યાસીમાં ૩ ઇંચ વરસાદ પડ્યો

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 101 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના નવસારીના જલાલપોરમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરત સિટીમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. નવસારીમા પણ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સુરતના ચોર્યાસીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. તો બોટાદમાં સવા બે ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. તો રાજ્યના ૧૭ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 9 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે પણ દક્ષિણ ગુજરાતના તાલુકામાં વરસાદનું જોર રહ્યું છે. વલસાડના ઉમરગામ અને સુરતના ચોર્યાસીમાં આજે સવારે 1.5 ઇંચ કરતા વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે.

આગામી બે અઠવાડિયા દરમિયાન રાજ્યનાં વ્યાપક વિસ્તારોમા સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આગામી બે અઠવાડિયામા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરાઈ છે. વેધર વોચ કમિટી બેઠકમાં વરસાદી માહોલની પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ

- ઇડર 15 મીમી

- વડાલી 25 મીમી

- ખેડબ્રહ્મા 11 મીમી

- વિજયનગર 17 મીમી

(4:49 pm IST)