Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ગંભીર રોગના દર્દીઓ, સગર્ભા મહિલાઓ તેમજ સર્જરી પૂર્વે કોરોના ટેસ્ટ માટે હવે મંજુરી નહી

ગાંધીનગર તા. ૧પ ૮: કોવિડ-૧૯ ના રોગચાળી અન્વયે લેબોરેટરી તપાસ કરવા માટે ભારત સરકારરીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સંસ્થા આઇસીએમઆર દ્વારા વખતોવખત ગાઇડલાઇન બહાર પાડવામાં આવ છે. સંદર્ભ (૧) દર્શીત પત્રથી ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરવા માટે જરૃરી સુચનાઓ પાઠવવામાં આવેલ હતી સંદર્ભે (૪) દર્શીત પત્રમાં દર્શાવેલ નામદાર હાઇકોર્ટના આદેશ તેમજ સરકાર દ્વારા રચિત કમીટી દ્વારા સુચિત થયેલ દર્દીઓ માટે સંદર્ભે (૬) દર્શીત પત્રથી લેબોરેટરીમાં ટેસ્ટ કરવા માટે જરૃરી માર્ગદાર્શિકા પાઠવવામાં આવેલ હતી. જેમાં પુખ્ત વિચારણાને અંતે નીચે મુજબ સુધારો કરવામાં આવે છે.

૧. સરકારી કે ખાનગી ફિજીશ્યન (એમ.ડી.) અથવા એમ.બી.બી.એસ.તબીબ દ્વારા રીફર કરેલ કોવીડ-૧૯ રોગના લક્ષણો ધરાવતા અને રોગની શંકા ધરાવતા દર્દીઓ. ર. મેજર ઓપરેશનમાં પ્રિ-ઓપરેટીવ તેમજ ઇન્વેઝીવ પ્રોસિઝરની જરૃરીયાત વાળા દર્દીઓ, ૩. કેન્સરના દર્દીઓ જેઓ કીમો થેરાપી, રેડીએશન થેરાપી લેતા હોય તેમજ હિમો ડાયાલીસીસ કરાવતા દર્દીઓ. ૪. સગર્ભા અવસ્થામાં ડીલીવરી પહેલા ઇડીડીના છેલ્લા પ દિવસમાં અથવા ઇમરજન્સીમાં સીજીરીયન કરવાનું થાય તે અગાઉ કોવીડ-૧૯ અંગેનો ટેસ્ટ જરૃર જણાય કરાવી શકશે. પ. ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર જેવા કે તબીબો, સ્ટાફ નર્સ, ફાર્માસીસ્ટ, લેબોરેટરી ટેકનીશીયન, ક્ષેત્રીય આરોગ્ય કર્મચારીઓ વિગેરે.

ઉકત દર્દીઓ માટે હવેથી સરકારી કે ખાનગી લેબોરેટરી ખાતે ટેસ્ટ કરી શકાશે. આ માટે કોઇ પણ પ્રકારની પૂર્વ મંજુરી લેવાની રહેશે નહી. ખાનગી તબીબોએ તેમજ લેબોરેટરીએ જે તે જીલ્લા/કોર્પોરેશનના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી/ આરોગ્ય અધિકારી મહાનગરપાલીકાને ઇ-મેઇલ દ્વારા દર્દીઓની સમગ્ર વિગતોની જાણ કરવાની રહેશે.

તાકીદના સંજોગોમાં અને દર્દીના જીવનું જોખમ હોય ત્યારે સરકારી/ખાનગી તમામ હોસ્પિટલોએ દર્દીની સારવાર કોવીડ-૧૯ ના પરીક્ષણની રાહ જોયા વગર ત્વરિત આપવાની રહેશે.

(4:21 pm IST)